Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજૂરી વિના બોર્ડ મારનાર સાવધાન:જૂનાગઢ મનપા કમિશનરની સૂચનાથી ટેક્સ વિભાગે પારેવડી ડિઝાઇનર સામે કડક કાર્યવાહી કરી

    11 hours ago

    જૂનાગઢ શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જાહેરાત બોર્ડ પ્રદર્શિત કરનાર એક એજન્સી સામે મહાનગરપાલિકાએ દંડનાત્મક કાર્યવાહી કરી અન્ય જાહેરાતકર્તાઓ માટે દાખલો બેસાડ્યો છે. નિયમોનું ઉલ્લંઘન પડ્યું ભારે પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં 'પારેવડી ડિઝાઇનર' દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કિયોસ્ક પોલ ઉપર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર જાહેરાત બોર્ડ લગાડવામાં આવ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ કમિશનર જે.પી.વાજા અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કે.જી.ટોલીયાના માર્ગદર્શન હેઠળ ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 15,000 નો દંડ અને બાહેધરી મનપાની ટીમે તા. 11/03/2026 ના રોજ પારેવડી ડિઝાઇનર પાસેથી નિયમોના ભંગ બદલ રૂ. 15,000 ના દંડની વસૂલાત કરી હતી. આટલું જ નહીં, એજન્સી પાસે એવી બાહેધરી પણ લેવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન થશે નહીં. આ સાથે જ તમામ ગેરકાયદેસર બોર્ડ એજન્સીએ પોતાના ખર્ચે જ ઉતારી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. નાગરિકો અને સંસ્થાઓને અપીલ મહાનગરપાલિકા દ્વારા એક અખબાર યાદી જાહેર કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં જાહેરાત કે અન્ય પ્રવૃત્તિ કરતા પહેલા તંત્રની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. મંજૂરી વગરની પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે સખ્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પ્રેમિકાને ધમકાવનાર પ્રેમીને પાઠ ભણાવ્યો:અભયમની ટીમે યુવક પાસે લેખિત બાંહેધરી લેવડાવી ખાનગી ફોટા ડિલીટ કરાવી સમાધાન કરાવ્યું
    Next Article
    ચાંગોદરમાં ‘ખેલે સાણંદ’ સીઝન-3:ખો-ખો અને કબડ્ડીની મેચોમાં પીલુપુરા, તાજપુર, સારી અને કોલાટની ટીમો વિજેતા બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment