Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રેમિકાને ધમકાવનાર પ્રેમીને પાઠ ભણાવ્યો:અભયમની ટીમે યુવક પાસે લેખિત બાંહેધરી લેવડાવી ખાનગી ફોટા ડિલીટ કરાવી સમાધાન કરાવ્યું

    12 hours ago

    સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા 4 વર્ષથી એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. બંને યુવક-યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ પ્રેમસંબંધ યુવતી માટે ત્યારે મુસીબત બન્યો જ્યારે યુવકે તેને વારંવાર ફોન કરી હેરાન કરવાનું શરૂ કર્યું. યુવતીના પરિવારને આ સંબંધની જાણ થતાં તેણે પ્રેમી સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ વાત પ્રેમીને મંજૂર નહોતી. ફોટા વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકી સંબંધ તોડી નાખવાની જીદ પર અડગ યુવતીને ડરાવવા માટે યુવકે અત્યંત હીન માર્ગ અપનાવ્યો હતો. તેણે યુવતીના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. આ માનસિક ત્રાસને કારણે યુવતી તેની પરીક્ષાની તૈયારી પર પણ ધ્યાન આપી શકતી નહોતી. અંતે હારીને યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની સમયસૂચકતા અને કાયદાકીય પાઠ ઘટનાની ગંભીરતા સમજીને ઉમરા અભયમ ટીમ તુરંત જ યુવતીની મદદે પહોંચી હતી. ટીમે યુવક અને યુવતી બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન અભયમની ટીમે યુવકને કાયદાનું ભાન કરાવતા જણાવ્યું કે, કોઈપણ સ્ત્રીના અશ્લીલ ફોટા ડિજિટલ માધ્યમ પર શેર કરવા કે પ્રસારિત કરવા એ ગંભીર સજાપાત્ર ગુનો છે, જેમાં જેલ અને દંડ બંને થઈ શકે છે. ભૂલ સ્વીકારી અને લેખિતમાં માફી માંગી કાયદાના સકંજામાં ફસાવાની બીક લાગતા યુવક નરમ પડ્યો હતો. તેણે તુરંત જ પોતાના ફોનમાંથી યુવતીના તમામ ફોટા ડિલીટ કરી નાખ્યા હતા. 181 ટીમ દ્વારા યુવક પાસેથી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી હતી કે હવે પછી તે યુવતી કે તેના પરિવારને કોઈ પણ પ્રકારે હેરાનગતિ કે ધમકી આપશે નહીં. આ રીતે અભયમ ટીમે કુશળતાપૂર્વક મામલો થાળે પાડી સમાધાન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    15 હજાર મહેમાનો માટે લાકડાના ચૂલે રંધાશે 14 વાનગીઓ:ગોડાદરામાં 51 યુગલોના સમૂહ વિવાહ, કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દ. ગુજરાતના ગામડાઓમાંથી 2000 કિલો લાકડા મંગાવવા પડ્યા
    Next Article
    મંજૂરી વિના બોર્ડ મારનાર સાવધાન:જૂનાગઢ મનપા કમિશનરની સૂચનાથી ટેક્સ વિભાગે પારેવડી ડિઝાઇનર સામે કડક કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment