Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 હજાર મહેમાનો માટે લાકડાના ચૂલે રંધાશે 14 વાનગીઓ:ગોડાદરામાં 51 યુગલોના સમૂહ વિવાહ, કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દ. ગુજરાતના ગામડાઓમાંથી 2000 કિલો લાકડા મંગાવવા પડ્યા

    12 hours ago

    સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસના બાટલાની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે. ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. 15,000 થી વધુ લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ 2000 કિલો લાકડા મંગાવ્યા છે અને મેદાનમાં લાકડાના ચૂલા ખડકી દેવામાં આવ્યા છે. 51 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, પણ જમણવારનું સંકટ દૂર કરવા રાત-દિવસ મહેનત ગોડાદરા ખાતે યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સમિતિએ અગાઉથી જ 15,000 મહેમાનો અને જાનૈયાઓ માટે આમંત્રણ પાઠવી દીધા હતા. જોકે, છેલ્લી ઘડીએ કોમર્શિયલ ગેસના બાટલાનો પુરવઠો ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોબ ગામડાઓનો સંપર્ક કરી લાકડાની વ્યવસ્થા કરી હતી. 2000 કિલો લાકડાની ‘એન્ટ્રી’ અને મેદાનમાં ધમધમ્યા ચૂલા સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "અમને ખબર પડી કે ગેસના બાટલાની અછત છે, પણ અમે મહેમાનોને આમંત્રણ આપી દીધું હતું. જાનૈયાઓને જમાડ્યા વગર તો ન જ મોકલાય. એટલે અમે તરત જ ગામડાઓનો સંપર્ક કર્યો અને ગઈકાલે રાત્રે જ 2000 કિલો લાકડાનો જથ્થો સુરત આવી પહોંચ્યો. અત્યારે લાકડા પર જ રસોઈ બની રહી છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બની રહી છે." મેનૂમાં શું છે? 14 વાનગીઓનો રસાસ્વાદ ગેસની અછત છતાં આયોજકોએ મેનૂમાં કોઈ કાપ મૂક્યો નથી. લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.રસોઈયાઓ દ્વારા ગઈ રાતથી જ દૂધીનો હલવો અને લાંબો સમય લેતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવાયું હતું.લાકડાના ધીમા તાપે રંધાતી રસોઈનો સ્વાદ પણ અનોખો હોય છે, જેનો આનંદ મહેમાનો માણશે.રસોઈની ટીમનો દાવો છે કે સાંજ સુધીમાં તમામ 14 વાનગીઓ તૈયાર થઈ જશે. "જૂના દિવસો યાદ આવ્યા": કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત સ્થાનિક કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "જ્યારે ગેસની સુવિધા નહોતી ત્યારે લોકો લાકડા પર જ રસોઈ બનાવતા હતા. આજે ગેસની અછતે અમને ફરીથી એ જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. અમે વિચાર્યું કે કેમ ફરીથી 'બેક ટુ બેઝિક' ન જઈએ? એટલે જ અમે લાકડાના ચૂલા બનાવીને આ ભવ્ય જમણવારની તૈયારી પૂર્ણ કરી છે." અછત વચ્ચે પણ આયોજકોની હિંમત સુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે. આવી સ્થિતિમાં હોટલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય આયોજકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાને બદલે રસ્તો કાઢવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    અઘાર નજીક અકસ્માતમાં 37 વર્ષીય યુવકનું મોત:રોડ ક્રોસ કરતા બાઈકે ટક્કર મારી, પિતાની નજર સામે દુર્ઘટના સર્જાઈ
    Next Article
    સુરતમાં પ્રેમિકાને ધમકાવનાર પ્રેમીને પાઠ ભણાવ્યો:અભયમની ટીમે યુવક પાસે લેખિત બાંહેધરી લેવડાવી ખાનગી ફોટા ડિલીટ કરાવી સમાધાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment