Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઘાર નજીક અકસ્માતમાં 37 વર્ષીય યુવકનું મોત:રોડ ક્રોસ કરતા બાઈકે ટક્કર મારી, પિતાની નજર સામે દુર્ઘટના સર્જાઈ

    11 hours ago

    સરસ્વતી તાલુકાના અઘાર ગામ પાસે રામદેવપીરના આશ્રમ નજીક માર્ગ ઓળંગી રહેલા 37 વર્ષીય યુવકને મોટરસાઈકલ ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઘાર ગામના રહેવાસી અને GEBમાં ફરજ બજાવતા ગાંડાજી શંકરજી ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના 13 માર્ચ 2026 ના રોજ સાંજના સમયે બની હતી. ગાંડાજી ઠાકોર નોકરી પરથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પુત્ર પ્રકાશકુમાર (ઉંમર 37) ઘરનો પંખો રિપેર કરાવવા માટે પિતાને આપવા અઘાર રોડ પર આવેલા રામાપીરના આશ્રમ પાસે આવ્યા હતા. પ્રકાશકુમાર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે ડીસા તરફથી GJ 24 BB 0064 નંબરની મોટરસાઈકલ પર ધારેશજી જયંતીજી ઠાકોર પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચલાવીને આવ્યા અને પ્રકાશકુમારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રકાશકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવક અને બાઈક ચાલક બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ પ્રકાશકુમારને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર બાઈક ચાલક ધારેશજી ઠાકોર પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સરસ્વતી પોલીસે આ મામલે BNS કલમ 281, 125(a), 125(b), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બગસરામાં 'માનસ મેઘાણી' રામકથા:બગસરામાં શિવ વિવાહ પ્રસંગે ઉમટ્યા ભાવિકો, અનેક સાહિત્યિક કૃતિઓનું કરાયું લોકાર્પણ
    Next Article
    15 હજાર મહેમાનો માટે લાકડાના ચૂલે રંધાશે 14 વાનગીઓ:ગોડાદરામાં 51 યુગલોના સમૂહ વિવાહ, કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દ. ગુજરાતના ગામડાઓમાંથી 2000 કિલો લાકડા મંગાવવા પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment