Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિમલ ઈલાયચી જાહેરાત વિવાદ:શાહરુખ, અજય અને ટાઈગરે FDAને જવાબ સોંપ્યો; કમિશનર તુકારામ મુંઢે કાયદાને સેલેબ્સથી ઉપર ગણાવી કાર્યવાહીની ચેતવણી

    10 hours ago

    મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ વિમલ ઈલાયચીની જાહેરાતના મામલે બોલિવૂડ કલાકારો શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ જારી કરી હતી. FDA કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા મુજબ ત્રણેય કલાકારોએ નોટિસનો જવાબ આપી દીધો છે અને સુનાવણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ તુકારામ મુંઢેએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જાહેરાત કરનારા તમામ સેલિબ્રિટીઝને પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ભ્રામક અથવા સરોગેટ જાહેરાત કરવા બદલ માત્ર કંપની જ નહીં, પરંતુ પ્રચાર કરનારા ઇન્ફ્લુએન્સર્સ અને કલાકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 'બ્રાન્ડનો પ્રચાર કરનારા ઇન્ફ્લુએન્સર્સને પણ સંપૂર્ણ માહિતી હોવી જરૂરી' મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ મીડિયા સાથેની વાતચીતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, કાયદામાં ઇન્ફ્લુએન્સર્સ અને બ્રાન્ડ એન્ડોર્સ કરનારાઓ માટેના નિયમો પહેલેથી જ નક્કી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI)ની કલમ 24 સ્પષ્ટપણે કહે છે કે, જો તમે કોઈ પ્રોડક્ટનું પ્રમોશન અથવા એન્ડોર્સમેન્ટ કરી રહ્યા છો, તો તમને તે પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. પ્રચાર કરનાર વ્યક્તિ અને ઇન્ફ્લુએન્સરની આ કાનૂની જવાબદારી છે કે તે પ્રોડક્ટની પ્રામાણિકતાની તપાસ કરે. આવું ન કરવા બદલ તેમની સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 'ઇન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ કાયદાથી ઉપર નથી' કમિશનર મુંઢેએ એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પછી ભલે કોઈ મોટો બોલિવૂડ સ્ટાર હોય કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કાયદાની નજરમાં તેઓ માત્ર જાહેરાતકર્તા (એડવર્ટાઇઝર) છે. જે લોકો એવો તર્ક આપે છે કે સમગ્ર જવાબદારી માત્ર પ્રોડક્ટ બનાવતી કંપનીની છે, તેઓ સંપૂર્ણપણે ખોટા છે. નૈતિક અને કાનૂની બંને રીતે જાહેરાત કરનાર પર જવાબદારી નક્કી થાય છે. FSSAIના 2018ના એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેમ્સ રેગ્યુલેશન હેઠળ ખોટો દાવો કરવા, ભ્રામક માહિતી આપવા અથવા સરોગેટ ઍડ બનાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિમલ ઈલાયચી દ્વારા પાન મસાલાની સરોગેટ ઍડનો આરોપ એફડીએએ 11 ઑગસ્ટે શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને કારણદર્શક નોટિસ મોકલી હતી. એજન્સીનો આરોપ છે કે વિમલ ઈલાયચીની જાહેરાત વાસ્તવમાં વિમલ પાન મસાલાનું સરોગેટ પ્રમોશન (પરોક્ષ જાહેરાત) છે. મહારાષ્ટ્રમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ છે. અભિનેતાઓને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ખાદ્ય સુરક્ષા કાયદાની કલમ 53 હેઠળ ભ્રામક જાહેરાતનો ભાગ બનવા અથવા તેને પ્રકાશિત કરવા બદલ 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જવાબ આપનારા એક્ટર્સની સુનાવણી થશે કમિશનરે જણાવ્યું કે, જે એક્ટર્સે નોટિસનો જવાબ આપ્યો છે અને સુનાવણીની માંગ કરી છે, તેમની વાત સાંભળવામાં આવી રહી છે. આ પહેલાં શરૂઆતમાં એક એક્ટર તરફથી જવાબ ન મળતાં એડજ્યુડિકેશન અને પ્રોસિક્યુશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે હવે ત્રણેય એક્ટર્સના જવાબ મળી ગયા છે, જેના આધારે આગળની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સમાચાર પણ વાંચો 'સરકારને કમાણી કરવી છે ને એક્ટરની આવક પર તરાપ?':ઇલાયચીની જાહેરાત વિવાદ વચ્ચે શાહરુખ ખાનનું નિવેદન વાયરલ, સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ બોલિવૂડ સ્ટાર્સ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ જારી કરી છે. FDAનો આરોપ છે કે 'વિમલ ઇલાયચી'ની જાહેરાત દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત 'વિમલ પાન મસાલા'નો પરોક્ષ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. FDAએ ત્રણેય સ્ટાર્સને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ માંગ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાનનું એક જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક્ટર નુકસાનકારક વસ્તુઓના ઉત્પાદન અને વેચાણને લઈને સરકારની નીતિઓ ઉપર પ્રશ્નો ઉઠાવતો જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    કેરેબિયન બેટર્સે ઈન્ડિયન બોલર્સને પરસેવા છોડાવ્યા:37 ઓવરમાં 2 જ વિકેટ પાડી શક્યું છે ભારત; કેપ્ટન શાઈ હોપ સેન્ચુરીની નજીક પહોંચ્યો
    Next Article
    મરોલીના બોરસી માછીવાડમાંથી મહિલા બુટલેગર દારૂ સાથે ઝડપાઈ:સ્ટેટ મોનિટરિંગ સેલે 2.10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો, સપ્લાયર વોન્ટેડ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment