Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલ-છત્રાલ હાઇવે પર રિક્ષા ગેંગનો તરખાટ:નજર ચૂકવી મહિલાના 2.10 લાખના દાગીના સેરવી ફરાર, કલોલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

    2 days ago

    કલોલના છત્રાલ કડી રોડ પર પશુ પાલક મહિલાને વિશ્વાસમાં લઈ CNG રિક્ષામાં બેસાડી તેમના થેલામાંથી ₹ 2.10 લાખની કિંમતના સોનાના દાગીના સેરવી લઈ રિક્ષા ગેંગ ફરાર થઈ જવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે રિક્ષા ચાલક સહિત ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાસરીમાં જવા પુત્ર સાથે રિક્ષામાં બેઠા હતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેંદરડીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આશાબેન રબારી પોતાના પિયર ભોયણ ગામથી સાસરી જવા નીકળ્યા હતા. તેઓ ભોયણથી ખાનગી વાહનમાં છત્રાલ ચોકડી પહોંચ્યા હતા. ત્યાંથી કડી જવા માટે પોતાના 10 વર્ષના પુત્ર સાથે CNG રિક્ષામાં બેઠા હતા. ધનોટ ગામ પાસે મહિલાને ઉતારી રિક્ષા ચાલક જતો રહ્યો આ સમયે રિક્ષામાં ડ્રાઈવર સિવાય પાછળની સીટ પર અન્ય બે શખસ પણ હતા. રિક્ષામાં મુસાફરી દરમિયાન પાછળ બેસેલા બંને શખસ ડ્રાઈવર સાથે મિત્રતાની વાતો કરી રહ્યા હતા. દરમિયાન રિક્ષા ચાલકે છત્રાલથી કડી રોડ પર ધાનોટ ગામની સીમમાં ધરતી એપોલો કંપનીના ગેટ આગળ રિક્ષા ઊભી રાખી બહાનું બતાવ્યું હતું કે, પાછળ બેઠેલા બંને મિત્રોને નજીકની કંપનીમાં ઉતારીને હમણાં જ પાછો આવું છું. બાદમાં મહિલા અને તેના પુત્રને નીચે ઉતારી દઈ રિક્ષા ધાનોટ ગામ તરફ ભાગી ગયા હતા. થેલામાં ચેક કર્યું તો દાગીના ગાયબ હતા જો કે મહિલાએ લાંબો સમય રાહ જોયા છતાં રિક્ષા ચાલક પરત ન આવતા તેઓ અન્ય પેસેન્જર વાહનમાં કડી પહોંચ્યા હતા. ઘરે પહોંચીને મહિલાએ કપડાનો થેલો તિજોરીમાં મૂકી દીધો હતો. ત્યારબાદ દાગીનાની જરૂરિયાત ઊભી થતાં થેલો ચેક કરતા અંદર મૂકેલું સોનાના દાગીના વાળું પાકીટ ગાયબ હતું. જેમાં 1.25 લાખની કિંમતની સવા તોલાની પેન્ડલવાળી ચેન, 25 હજારની કિંમતની સોનાની વીંટી, 50 હજારની કિંમતની સોનાની બુટ્ટી અને 10 હજારની કિંમતની ચુની તથા વાળો મળી ₹ 2.10 લાખના દાગીના હતા. આ અંગે આશાબેને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રૂપસુંદરી સાથે લગ્ન નામે 3.50 લાખ પડાવ્યા, LIVE વીડિયો:5 લૂંટેરી દુલ્હને અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના 8થી વધુ યુવકોને છેતર્યા, કોન્સ્ટેબલે વરરાજા બની મુખ્ય સૂત્રધારને દબોચ્યો
    Next Article
    120ની સ્પીડે જતી ક્રેટા કાર વીજપોલ સાથે અથડાઈ:પોરંબંદરમાં ચાલક વૃક્ષ ધરાશાઈ કરી ફરાર; કહ્યું- જેને જે કરવું હોય તે કરી લો, પોલીસ મારું કંઈ નહીં કરી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment