Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નવા કલાકારોનું શોષણ કરીને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલી દેવાય છે':તનુશ્રી દત્તાએ ગ્લેમર પાછળના ગંદા ખેલની પોલ ખોલી- 'મોટા વાયદાની જાળમાં સપનાના સોદા થાય છે'

    10 hours ago

    ફિલ્મ 'આશિક બનાયા આપને'થી ફેન્સના દિલમાં ખાસ સ્થાન બનાવનાર તનુશ્રી દત્તાએ લાંબા સમયથી ફિલ્મોથી અંતર જાળવી લીધું છે. જો કે, અવારનવાર તે વિવિધ નિવેદનો આપીને લાઇમલાઇટમાં રહેવાનો પ્રયત્ન કરતી રહે છે. તાજેતરમાં જ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી (શોબિઝ) માં નવા કલાકારોના શોષણને લઈને ગંભીર દાવા કર્યા છે. તેણે કહ્યું કે, 'મનોરંજન જગતમાં ઘણા નવા લોકોનું શોષણ થાય છે અને કેટલાકને તો દેહ વ્યાપાર સુધી ધકેલી દેવામાં આવે છે.' 'મોટા વાયદાઓથી નવા કલાકારોને આકર્ષવામાં આવે છે' યુટ્યુબ ચેનલ 'મેરી સહેલી' સાથેની વાતચીતમાં તનુશ્રીએ કહ્યું કે, 'ઇન્ડસ્ટ્રીમાં આવતા ઘણા નવા લોકોને પહેલા વખાણ અને મોટા વાયદાઓથી આકર્ષિત કરવામાં આવે છે. કોઈને કહેવામાં આવે છે કે, તમે હિરોઈન બનશો કે મોટા સ્ટાર બનશો, પરંતુ ઘણીવાર આ જ વાતો આગળ જતાં એક જાળની શરૂઆત બની જાય છે.' તનુશ્રીએ કહ્યું, 'ઘણા લોકો પહેલા નવા કલાકારોના વખાણ કરે છે અને પછી તેમને અલગ-અલગ લોકો સાથે મળવા માટે કહે છે. આવા માહોલમાં કલાકારોને ખૂબ સંયમ અને સાવધાની સાથે આગળ વધવું પડે છે.' 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ રીતે લાલચ અપાય છે' તનુશ્રીએ કહ્યું કે, 'બાળપણમાં માતા-પિતા જે સાવધાન રહેવાની શીખ આપે છે, તે મોટા થયા પછી પણ લાગુ પડે છે. જેમ બાળકોને અજાણ્યા લોકો સાથે ન જવાની સલાહ આપવામાં આવે છે, તેમ જ ઇન્ડસ્ટ્રીમાં પણ સાવચેત રહેવું જરૂરી છે.' તેણે જણાવ્યું કે, 'અહીં લાલચ અલગ રીતે આપવામાં આવે છે. ઘણા લોકો કલાકારોની મહત્વાકાંક્ષા, અપેક્ષાઓ અને સપનાનો ઉપયોગ કરે છે.' તનુશ્રીએ જણાવ્યું કે, તે આ મુદ્દાઓ પર એટલા માટે બોલે છે, જેથી ઇન્ડસ્ટ્રીમાં આવનારા નવા લોકોને ચેતવણી મળી શકે. 'ઇન્ડસ્ટ્રીમાં આવતા નવા છોકરા-છોકરીઓનું શોષણ થાય છે' એક્ટ્રેસે એમ પણ કહ્યું, 'ઘણા છોકરા-છોકરીઓ અહીં આવે છે. તેમનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમનું શોષણ થાય છે, પછી તેમને છોડી દેવામાં આવે છે. કેટલાક લોકો પછીથી પ્રોસ્ટિટ્યુશનમાં જતા રહે છે, કારણ કે તેમની સાથે એટલું બધું શોષણ થઈ ચૂક્યું હોય છે કે લોકો તેમને તે ધંધામાં ધકેલી દે છે.' તેણે આગળ કહ્યું, 'કેટલાક લોકો એટલા બધા માનસિક રીતે ભાંગી પડે છે કે પોતાના શહેર પાછા જતા રહે છે. અને આ વાર્તાઓ ક્યારેય બહાર આવતી નથી. બહાર ફક્ત સફળતાની વાર્તાઓ જ બતાવવામાં આવે છે.' 'હું ધંધામાં નથી, હું કલાકાર છું' તનુશ્રીએ એ પણ જણાવ્યું કે, તેણે એક એક્ટ્રેસ સાથે મિત્રતા તોડી નાખી હતી, કારણ કે તે વાતચીતમાં ઇન્ડસ્ટ્રીમાં સમાધાનને યોગ્ય ઠેરવવા જેવી વાત કહેવામાં આવી હતી. તેણે કહ્યું કે, 'જો કોઈની સાથે અંગત સંબંધમાં રહેવું મારી ઈચ્છા હોય તો તે અલગ વાત છે, પરંતુ તે પોતાના જીવનનો સોદો નહીં કરું.' તેણે કહ્યું, 'હું તે ધંધામાં નથી. હું એક કલાકાર છું.' નાના પાટેકર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો 2018માં તનુશ્રીએ MeToo ચળવળ હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસના કહેવા પ્રમાણે, નાના પાટેકરે તેને 2009માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર હેરાન કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, 'નાના પાટેકર જબરદસ્તી મારી નજીક આવવા માંગતા હતા, તે શૂટિંગ દરમિયાન ગીતનો ભાગ નહતા, તેમ છતા મારી સાથે ઇન્ટીમેન્ટ થવાનો પ્રયાસ કર્યો હતો.' તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ફિલ્મમાં રાખી સાવંતને રિપ્લેસ કરવામાં આવી હતી. નાના પાટેકર સામેનો જાતીય સતામણીનો કેસ બંધ તનુશ્રીએ મીટુ હેઠળ કરેલા કેસમાં નાના પાટેકરને મુંબઈની કોર્ટમાંથી રાહત મળી હતી. તેમની સામેનો જાતીય સતામણીનો કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોર્ટે તનુશ્રી દત્તાની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, 'એક્ટર સામે જાતીય સતામણીના આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.' એક્ટ્રેસે કહ્યું કે નાનાની પીઆર ટીમ ખોટા સમાચાર ફેલાવી રહી છે તનુશ્રી દત્તાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી અપલોડ કરીને કહ્યું હતું કે, 'નાના પાટેકરની પીઆર ટીમ અમારા પક્ષમાં આવેલા કોર્ટના નિર્ણય પર ખોટા સમાચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. હું અને મારી કાનૂની ટીમ કેસ જીતી ગયા છીએ. અને જે પણ મીડિયા હાઉસ આ તદ્દન ખોટી વાર્તા પ્રકાશિત કરી રહ્યું છે તેણે કોર્ટને જવાબ આપવો પડશે અને ઉત્પીડનના કેસમાં પક્ષકાર બનવું પડશે.' '2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર થયેલી ઉત્પીડનની ઘટના પર પોલીસ દ્વારા દાખલ કરાયેલા બી-સમરી રિપોર્ટને કોર્ટે ફગાવી દીધો છે/રદ કર્યો છે/તેની નોંધ લેવાનો ઇનકાર કર્યો છે.' 'નાના પાટેકરે બી સમરી ફાઇલ કરીને પોતાની સામેનો કેસ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોર્ટે તેને ફગાવી દીધો હતો. તેથી કેસ હજુ પણ ખુલ્લો છે અને પોલીસે નાના સામે કેસમાં ચાર્જશીટ દાખલ કરવી પડશે.' પોલીસે કહ્યું- 'એક્ટ્રેસે દાખલ કરેલી FIR ખોટી છે' વર્ષ 2019માં, આ મામલાની તપાસ કર્યા પછી, પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેનો અંતિમ રિપોર્ટ દાખલ કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમની તપાસમાં કોઈપણ આરોપી વિરુદ્ધ વાંધાજનક કંઈ મળ્યું નથી. એક્ટ્રેસ દ્વારા દાખલ કરાયેલી FIR ખોટી હોવાનું જાણવા મળ્યું છે. જો કોઈ નક્કર પુરાવા ન મળે, તો આવા રિપોર્ટને બી-સમરી રિપોર્ટ કહેવામાં આવે છે.' 'મારા ઘરમાં જ મારું શોષણ થાય છે' આઠ મહિના પહેલા તનુશ્રી દત્તાએ ​​​​​​ધ્રુસકે-ધ્રુસકે રડતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કર્યો હતો. એક્ટ્રેસે દાવો કર્યો હતો કે, ‘મિત્રો છેલ્લાં 4-5 વર્ષથી મારા જ ઘરમાં મારું શોષણ થઈ રહ્યું છે. મેં હમણાં પોલીસને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું. હું ખૂબ જ કંટાળી ગઈ છું, મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો. હું કાલે અથવા પરમ દિવસે ફરિયાદ નોંધાવવા જઈશ. મારી તબિયત એકદમ ખરાબ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં મને એટલી બધી હેરાન કરવામાં આવી છે કે મારી તબિયત બગડી ગઈ છે. હું કોઈ કામ કરી શકતી નથી, મારું ઘર પણ વેરવિખેર પડ્યું છે.’
    Click here to Read More
    Previous Article
    વિન્ટેજ કારમાં નીકળશે કુલદીપ યાદવનો વરઘોડો:દિલ્હીના ઢોલનું ભાડું એક લાખ રૂપિયા, જે બગ્ગીમાં ક્રિકેટર બેસશે તેનું ભાડું 51,000 રૂપિયા
    Next Article
    હમાસે કહ્યું- ઈરાન પડોશીઓ પર હુમલો રોકે, ભાઈચારો જાળવી રાખે:ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ હુમલો; દુબઈમાં ફરી એરસ્ટ્રાઇક, નેધરલેન્ડમાં યહૂદી સ્કૂલ પાસે હુમલો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment