Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પકા શેઠની વાડીથી તુલસી નગરનો રસ્તો બિસ્માર:સ્થાનિકોને મુશ્કેલી, તાત્કાલિક રસ્તો બનાવવા માંગ

    10 hours ago

    બોટાદ શહેરના વોર્ડ નંબર ૮ માં પકા શેઠની વાડીથી તુલસી નગર સુધીનો રસ્તો છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો મારુતિ નગર, પકા શેઠની વાડી, તુલસી નગર, મહાદેવ નગર, રામદેવ નગર અને મોહન નગર જેવા અનેક વિસ્તારોને શહેર સાથે જોડે છે. વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને, ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તા પર ગંદા પાણી ભરાવાને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી રસ્તાના સમારકામ કે નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઈ નથી. આના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક રસ્તો બનાવવાની માંગ કરી છે અને જો કામગીરી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહિશ હરેશભાઈ હડાળીયાએ આ માહિતી આપી હતી. આ અંગે નગરપાલિકાના સદસ્ય રવજીભાઈ વાટુકિયાએ જણાવ્યું હતું કે, પકા શેઠની વાડી વિસ્તારથી તુલસીનગર સુધીનો રસ્તો છેલ્લા ચારેક વર્ષથી ખરાબ છે. આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૨૬-૨૭ની ગ્રાન્ટમાં આ રસ્તાનો સમાવેશ કરીને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પુરવઠા વિભાગે હોટલો, ગેસ ગોડાઉનમાં તપાસ કરી:ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કાર્યવાહી
    Next Article
    મિલકત વિવાદ:વિધવા મહિલાના બંધ મકાનનાં તાળા તોડી નણંદ-નણંદોયાએ કર્યો ગેરકાયદે પ્રવેશ, બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment