Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકત વિવાદ:વિધવા મહિલાના બંધ મકાનનાં તાળા તોડી નણંદ-નણંદોયાએ કર્યો ગેરકાયદે પ્રવેશ, બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

    9 hours ago

    શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય વિધવા મહિલા ના બંધ મકાનના તાળા તોડી, તેમના નણંદ અને નણંદોયાએ ગેરકાયદે પ્રવેશ કરી મકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર અમીબેન આશિષભાઈ રૈયા ઉ.વ.58, રહે.આંબાવાડી, મંગળામાતાના મંદિર પાસે એકલા રહે છે, તેમણે પોતાની નણંદ જાગૃતિ અને નણંદોયા રાજીવભાઈ મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમના પતિના અવસાન બાદ તેઓ આ મકાનમાં રહે છે આ મિલકત બાબતે અગાઉથી જ કોર્ટમાં વિવિધ કેસો પેન્ડિંગ છે, ​ગઈકાલે તા.13 માર્ચના રોજ સાંજે જ્યારે અમીબેન પોતાના કામે બહાર ગયા હતા, ત્યારે પાછળથી નણંદ જાગૃતિ અને રાજીવએ મકાનના મુખ્ય દરવાજા અને ઉપરના ભાગના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અમીબેન જ્યારે સાંજે 6 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે ઘરને અંદરથી તાળા મારેલા હતા અને આરોપીઓ બાલ્કનીમાં જોવા મળ્યા હતા, ​વધુમાં, અમીબેને આક્ષેપ કર્યો છે કે તેમના મોબાઈલમાં કનેક્ટ થયેલા ઘરના સીસીટીવી કેમેરા પણ આરોપીઓએ ડિસ્કનેક્ટ કરી નાખ્યા છે, જેથી ઘરમાં શું નુકસાન થયું છે તેની વિગત જાણી શકાઈ નથી, ​આ મિલકત બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ​નણંદે સાસુ પાસેથી ગિફ્ટ ડીડ કરાવી મકાન પચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે, જેની સામે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે,​અમીબેને 'રાઈટ ટુ રેસિડેન્સ' હેઠળ પણ મનાઈહુકમ માંગેલો છે જે ​તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો, ​હાઈકોર્ટના આદેશ અને વિવિધ સિવિલ તેમજ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસો ચાલુ હોવા છતાં, આરોપીઓએ ગેરકાયદેસર રીતે મકાનમાં પ્રવેશ કરતા અમીબેને પોલીસની મદદ માંગી છે અને અમીબેન એ ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 329(3) તથા 54 મુજબ જાગૃતિ રાજીવભાઈ મહેતા અને રાજીવ આર.મહેતા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પકા શેઠની વાડીથી તુલસી નગરનો રસ્તો બિસ્માર:સ્થાનિકોને મુશ્કેલી, તાત્કાલિક રસ્તો બનાવવા માંગ
    Next Article
    UP Engineer Stabs Twin Sister 84 Times, Then Tells Mother "There's Surprise"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment