Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પુરવઠા વિભાગે હોટલો, ગેસ ગોડાઉનમાં તપાસ કરી:ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કાર્યવાહી

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કડક ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત, પુરવઠા અધિકારીઓની ટીમોએ સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરે છે કે કેમ અને વધુ સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરાઈ હતી. આ ઉપરાંત, પુરવઠા વિભાગે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનોમાં પણ તપાસ કરી હતી. ગોડાઉનોમાં સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય કે સંગ્રહખોરી થતી હોય તો તેને અટકાવવા તંત્ર દ્વારા કડક સૂચનાઓ અપાઈ છે. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી ચાલુ રાખવામાં આવશે. વહીવટી તંત્ર ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની હોટલો, ગેસ ગોડાઉનો પર તપાસ:ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કાર્યવાહી
    Next Article
    બોટાદમાં પકા શેઠની વાડીથી તુલસી નગરનો રસ્તો બિસ્માર:સ્થાનિકોને મુશ્કેલી, તાત્કાલિક રસ્તો બનાવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment