Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની હોટલો, ગેસ ગોડાઉનો પર તપાસ:ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કાર્યવાહી

    13 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરીને રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પુરવઠા અધિકારીઓની ટીમોએ સ્થાનિક હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન, ખાસ કરીને વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકો નિયમ મુજબના સિલિન્ડરનો ઉપયોગ કરે છે કે કેમ અને વધુ સંગ્રહ કરવામાં આવ્યો છે કે કેમ તેની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત એલ.પી.જી. ગેસના ગોડાઉનો ખાતે પણ પુરવઠા વિભાગ દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. ગોડાઉનોમાં રહેલા સ્ટોક રજિસ્ટરની એન્ટ્રીઓ અને ત્યાં ઉપલબ્ધ પ્રત્યક્ષ જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. ગેસના જથ્થામાં કોઈ વિસંગતતા જણાય અથવા સંગ્રહખોરી થતી હોય તો તેને અટકાવવા માટે કડક સૂચનાઓ અપાઈ હતી. જિલ્લા પુરવઠા નિરીક્ષકો દ્વારા આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ આવી ચકાસણી સતત ચાલુ રાખવામાં આવશે. ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને રાંધણ ગેસ કે કોમર્શિયલ ગેસના અનધિકૃત વેચાણ અને સંગ્રહખોરી અટકાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    પિતાના અવસાનના સમાચાર વચ્ચે પુત્રીએ ધો.12 બોર્ડનું પેપર આપ્યું:પુત્રીને પરીક્ષા કેન્દ્ર પર મૂકીને પરત ફરતી સમયે ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવ્યા બાદ મોત
    Next Article
    સુરેન્દ્રનગર પુરવઠા વિભાગે હોટલો, ગેસ ગોડાઉનમાં તપાસ કરી:ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment