Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરનાર બે ઝડપાયા:​કેશોદમાં સિંગદાણા ફેક્ટરી અને ઓઇલ મિલના નામે 12 લાખથી વધુની ઠગાઈ આચરનાર બે આરોપી ઝડપાયા, પોલીસે તપાસ હાથ ધરી..

    6 days ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી કિરીટભાઈ ગોપાલભાઈ શાવલિયા દ્વારા સિંગદાણા આપવામાં આવ્યા હતા, અને આરોપીઓ દ્વારા માલ લીધા બાદ વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં પરત આપવામાં આવ્યા ન હતા. આ કામે આરોપીઓ દ્વારા કુલ 12 લાખ ઉપરની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ 12 ડિસેમ્બર 2016 થી 13 ડિસેમ્બર 2016 દરમિયાન બન્યો હતો અને આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારની ત્રણ ફરિયાદો નોંધાયેલી છે. ​ડીવાયએસપી એ.એસ. પટ્ટણીએ જણાવ્યું હતું કે આ કેસમાં જયરામભાઈ તેમજ તેમના દીકરા ભરતભાઈ અને ભત્રીજા પંકજભાઈ સંડોવાયેલા હતા. ફરિયાદી દ્વારા માલ આપ્યા બાદ નાણાં પરત ન મળતા આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કેશોદના પીએસઆઈ મકવાણા ચલાવી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. ​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓની સિંગદાણાની ફેક્ટરી આવેલી છે અને રણછોડ ઓઇલ મિલમાં તેમણે માલ આપેલો હતો. પોલીસે આ પ્રકરણે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને અટક કરી લીધા છે, જેમાં આરોપીઓના દીકરા ભરતભાઈ અને ભત્રીજા પંકજભાઈનો સમાવેશ થાય છે, જેઓ કેશોદ વિસ્તારના રહેવાસી છે. ​આ મામલે પોલીસે ગુનેગારો સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર છેતરપિંડીમાં લાખો રૂપિયાનું ફ્રોડ થયું હોવાથી મુદ્દામાલ રિકવર કરવા માટે અને આગળની તપાસ અર્થે પોલીસ દ્વારા આઈઓને યોગ્ય સૂચનાઓ આપીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં સિંહણની મમતાના દુર્લભ દૃશ્યો:કૂવામાં પડેલા સિંહબાળ માટે કલાકો સુધી કાંઠે બેસી રહી, રેસ્ક્યુ બાદ બચ્ચાને મોંઢામાં ઉચકી જંગલ તરફ લઈ ગઈ
    Next Article
    Gujarat Lawyer Protest Update | રાજયભરમાં ચાલતી વકીલોની હડતાળનો અંત | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment