Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પહેલા બરોડા ડેરીનું રાજકારણ ગરમાયુ:બે દૂધ મંડળીના ઓડિટ માટે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રાતે તાળા તોડી દફતર કબજે કરવા કવાયત

    12 hours ago

    બરોડા ડેરીનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાટો પકડી રહ્યું છે. ડેરીમાં આમ તો વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારો બિનહરીફ જાહેર થઇ ગયા છે, પરંતુ ડેસર બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ડેસરની બે દૂધ મંડળીઓને ઓડિટ માટેની નોટિસ આપ્યા બાદ દૂધ મંડળીઓ દ્વારા અવગણના કરાતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા રાત્રિના સમયે મામલતદાર તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખીને બંને દૂધ મંડળીઓના તાળા તોડી દફતર કબજે કરવાની કવાયત કરી હતી. 10 માર્ચે નોટિસ પાઠવવામાં આવી હતી અગાઉ 10 માર્ચના રોજ વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીને જિલ્લા રજિસ્ટર તરફથી ઓડિટ માટેની નોટિસ પાઠવવામાં આવેલી હતી. તેમ છતાં તેઓ દ્વારા મંડળી ઉપર હાજર હોવા છતાં પણ ઓડિટ કરવા દેવામાં આવ્યું નહોતું. તેથી ઓડિટર દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે, જો તમને દફતર ના આપે તો મામલતદારને જાણ કરી કલમ 83 મુજબની નોટિસ આપી પોલીસ પ્રોટેક્શન સાથે દફતર કબજે કરવું. આ હુકમના આધારે બંને મંડળીઓ પર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિમાયેલા ઓડિટરને મોકલી દફતર કબજે કરવાની કામગીરી કરવામાં આવી હતી. મામલતદારે જવાબ આપવાનું ટાળ્યું સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરની ટીમે મામલતદાર સોનલબેનને ફોન કર્યો હતો, ત્યારે તેઓએ આ અંગે રજિસ્ટ્રારને પૂછવા કહ્યું હતું અને સમગ્ર મામલા અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, ઓડિટર્સ દ્વારા દૂધ મંડળી ખાતે ઓડિટ કરવા મુલાકાત લેવાઈ હતી, પરંતુ તેઓ દફ્તરનો કબજો આપતા ન હતા, જેથી અમારા ઉપર આ અંગેનો પત્ર આવતા અમારા દ્વારા સ્થાનિક મામલતદારને જાણ કરવામાં આવી હતી અને પોલીસની મદદથી દફ્તર કબજેે લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. MLA ઇનામદાર અને ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બરોડા ડેરીમાં આમેય સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ભૂતકાળમાં અનેકવાર આરોપો લગાવી ચૂક્યા છે. ત્યારે હાલમાં ડેરીની ચૂંટણી પહેલા ડેસર બેઠક ઉપર પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે. ડેસર બેઠક પર ભાજપે સુરપાલસિંહને મેન્ડેડ આપ્યું છે, ત્યારે કુલદિપસિંહે પક્ષના મેન્ડેડની અવગણના કરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના કટ્ટર હરીફ તરીકે કુલદીપસિંહ ભૂતકાળમાં રહી ચુક્યા છે. ત્યારે આ બેઠક એ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. 2021થી ઓડિટ બાકી હોવાની શક્યતાA આ બંને દૂધ મંડળીઓના ઓડિટ 2021થી બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો અનુસાર દૂધ મંડળીઓને નોટિસ આપી 1 એપ્રિલ, 2024થી 31 માર્ચ, 2025 સુધીના હિસાબોના ઓડિટ માટેની જાણ કરાઈ હતી. ત્યારે દૂધ મંડળીઓએ એમ જણાવ્યું હતું કે, ચાલુ હિસાબી વર્ષમાં હજુ 15 દિવસ જેટલો સમય બાકી છે, જેથી 31 માર્ચ પછી જરૂરી દસ્તવેજો આપીશું. કારણ કે 2021થી ઓડિટ બાકી છે. ત્યારે તેની સાથે આ હિસાબોનું તાગ કેવી રીતે મેળવી શકાશે તે પણ એક પ્રશ્ન છે. ત્યારે દૂધ મંડળીઓમાં અડધી રાતે તાળા તોડી ઓડિટ કરવાની શું ફરજ પડી તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને પણ શો કોઝ નોટિસ બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખને રાજ્યના સહકારી વિભાગ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અંગેનો જવાબ 13 માર્ચના રોજ આપવાનો હતો. જો કે તેમાં પણ તારીખ પડી છે અને હવે આગામી 23 માર્ચના રોજ આ અંગેનો જવાબ રજૂ કરવામાં આવશે. બરોડા ડેરીની ચૂંટણની આગામી 18 માર્ચના રોજ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    કુપોષણ મુદ્દે મેવાણી-મનીષા વકીલ સામસામે:ગૃહમાં આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી મંત્રીને અઘરી પડી, રાજ્યમાં કુપોષણ ઘટાડવાના દાવા વચ્ચે સાબરકાંઠામાં 16 હજારથી વધુ બાળકો કુપોષિત
    Next Article
    ડૉ. રિયા મનસુરીએ DM કાર્ડિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો:પાટણની દીકરી મનસુરી સમાજની પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment