Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ મહિના પહેલા પુત્ર દારૂ સાથે ઝડપાયો'તો:રાજકોટ મનપાના વિપક્ષનેતા તરીકે વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીની નિમણુંક કરાઈ

    9 hours ago

    રાજકોટ મનપાના વિપક્ષ નેતા તરીકે વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામ પહેલા દીવાસથી જ ચર્ચામાં હતું પરંતુ ગત 23.05.2026ના રોજ તેમનો પુત્ર દારૂના જથ્થા સાથે ઝડપાઇ જતા આ સમયે તેમની બાદબાકી કરવામાં આવી હોવાનો ગણગણાટ શરૂ થયો હતો જો કે આજે 3 મહિના બાદ ફરી આ જ નામ પર મહોર લગાવી સત્તાવાર રીતે દિપ્તીબેન સોલંકીને રાજકોટ મનપાના વિપક્ષ નેતા જાહેર કરવામાં આવ્યા છે. દીપ્તિબેનની વિપક્ષનેતા તરીકે નિમણુંક કરતા કોંગ્રેસ શહેર પ્રમુખ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે 72 બેઠક પૈકી 67 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર કોંગ્રેસની જીત થવા પામી હતી. ત્યારે આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજ્દીપસિંહ જાડેજા દ્વારા મનપાના વિપક્ષનેતા તરીકે વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન સોલંકીની નિમણુંક કરવામાં આવી છે. તેમને જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 16માં ચારે ચાર બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે અને આ વોર્ડમાં કોળી સમાજમાંથી આવતા દિપ્તીબેન સોલંકી મજબૂત આગેવાન છે તેઓ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે રહી કામ કરી રહ્યા છે માટે તેમને વિપક્ષનેતા તરીકે જાહેર કરવામાં આવે છે અને તેમના દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપી લોકોના હિટ માટે લડત ચલાવી લોકોને ન્યાય અપાવવા તેમજ પાયાની જરૂરિયાતો પુરી પાડવામાં અગ્રેસર રહી કામ કરશે. સૌથી ઓછા મત દિપ્તીબેન સોલંકીને મળ્યા હતા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો 28.04.2026ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર 16માં તમામ ચારે ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થવા પામી હતી જેમાં સૌથી ઓછા મત દિપ્તીબેન સોલંકીને મળ્યા હોવ છતાં તેમને વિપક્ષનેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વોર્ડ નંબર 16ના ચાર કોંગ્રેસના વિજેતા ઉમેદવારોમાં દિપ્તીબેન સોલંકીને 9294 મત, રસીલાબેન ગેરૈયાને 11,017 મત, અર્જુનભાઈ ચૌહાણને 10,412 મત અને ઇબ્રાહિમભાઈ સોરાને 10,329 મત મળ્યા હતા. આ પણ વાંચો : દીપ્તિબેન સોલંકીનો પુત્ર દારૂ સાથે ઝડપાયો હતો ઉલ્લેખનીય છે કે મનપાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 23.05.2026ના રોજ તેમનો પુત્ર ઓમ સોલંકી રૂ.1.85 લાખના દારૂ સહીત કુલ 5.85 લાખના મુદામાલ સાથે PCBના હાથે ઝડપાઇ ચુક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હર્ષ પંડ્યા કેસમાં HODને બરતરફ કરવાની માંગ:ઉનામાં સિંહનો વૃદ્ધ પર હુમલો, ટ્રેનના AC કોચમાં દારૂ ઝડપાયો, ખેડુતો વરસાદની ઘટથી ચિંતિત
    Next Article
    BJP Turns Up Meme Heat On Congress, Deploys Satire In Social Media Battle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment