Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત:સમાજના આગેવાનોની બેઠક બાદ પરિવારને સોંપાઈ, પોસ્ટ ડિલીટ, સમાધાન કે દબાણ?

    10 hours ago

    છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોક ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગણી કરતા વીડિયો શેર કર્યા બાદ, મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું હતો સમગ્ર મામલો? રાધનપુરના સિનાડ ગામની વતની અને 'કોયલ કંઠી' ગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. કિંજલે આક્ષેપ કર્યો હતો કે, તેણે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાથી તેને મારી નાખવાની અને અપહરણની ધમકીઓ મળી રહી છે. તેણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે સુરક્ષાની માગ કરી હતી. એટલું જ નહીં તેણે સમાજના બેવડા ધોરણો પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી હું કમાતી હતી ત્યાં સુધી સારી હતી, પણ અંગત નિર્ણય લીધો તો હું ખોટી થઈ ગઈ? સમાજની મધ્યસ્થી અને મોડી રાત્રે લેવાયેલો નિર્ણય આ મામલે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે તણાવ વધતા બંને સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, ચૌધરી સમાજના આગેવાનોએ કિંજલ રબારીને તેના પરિવારને પરત સોંપવાની બાહેંધરી આપી હતી. મોડી રાત્રે કિંજલ રબારી અને અશોક ચૌધરીને અલગ કરવામાં આવ્યા હતા અને કિંજલને તેના પિયર પક્ષ (પરિવાર)ને સોંપી દેવામાં આવી છે. જે વીડિયોમાં કિંજલ મક્કમતાથી કાયદાકીય લડત આપવાની વાતો કરતી હતી, તે તમામ વીડિયો અને પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ પરથી ડીલીટ કરી દીધા છે. ચર્ચા અને સવાલો કિંજલ રબારીએ અગાઉ વીડિયોમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તે પોતાની મરજીથી સાસરે ગઈ છે અને વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જોકે, અચાનક પોસ્ટ ડીલીટ થવી અને તેને પરિવારને સોંપી દેવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શું આ સમાધાન કિંજલની મરજીથી થયું છે કે પછી સામાજિક દબાણ હેઠળ તે મોટો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. કોણ છે કિંજલ રબારી? એક સામાન્ય પરિવારમાંથી આવતી કિંજલે રાધનપુરની સરકારી શાળામાંથી સંગીતની સફર શરૂ કરી હતી. ભજન અને લગ્ન ગીતો દ્વારા તેણે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે. તેના ભાઈ અને શાળાના શિક્ષકોના પ્રોત્સાહનથી તે આજે જાણીતી લોક કલાકાર બની છે. હાલ પૂરતો આ વિવાદ થાળે પડ્યો હોય તેમ લાગે છે, પરંતુ એક ગાયિકા જેણે પોતાની સુરક્ષા માટે સરકાર પાસે ગુહાર લગાવી હતી, તેનું ફરી પરિવાર પાસે પરત ફરવું એ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર: બાળકી અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની જેલ:કોર્ટે ₹17 હજારનો દંડ પણ ફટકાર્યો, પોક્સો હેઠળ સખત કેદની સજા
    Next Article
    સાયલા-પાટડીમાં ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ:પુરવઠો જાળવી રાખવા સુરેન્દ્રનગર તંત્ર સજ્જ;આગામી સમયમાં તપાસ ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment