Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયલા-પાટડીમાં ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ:પુરવઠો જાળવી રાખવા સુરેન્દ્રનગર તંત્ર સજ્જ;આગામી સમયમાં તપાસ ચાલુ રહેશે

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકના નિર્દેશ હેઠળ, જિલ્લા પુરવઠા વિભાગે સાયલા અને પાટડી તાલુકાઓની ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જરના સીધા સંકલન હેઠળ આ તપાસ હાથ ધરાઈ હતી. સાયલા અને પાટડી તાલુકાઓમાં આવેલી ગેસ એજન્સીઓના ગોડાઉન અને વિતરણ કેન્દ્રો પર ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, એજન્સીઓ દ્વારા રાખવામાં આવતા સ્ટોક રજિસ્ટરની પણ ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. સરકારી નિયમો મુજબ, સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલ વિગતો અને વાસ્તવિક જથ્થા વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તે તપાસવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત:સમાજના આગેવાનોની બેઠક બાદ પરિવારને સોંપાઈ, પોસ્ટ ડિલીટ, સમાધાન કે દબાણ?
    Next Article
    Lauki Juice vs. Aloe Vera Juice: Which Is Better For Cooling And Hydration?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment