Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર: બાળકી અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની જેલ:કોર્ટે ₹17 હજારનો દંડ પણ ફટકાર્યો, પોક્સો હેઠળ સખત કેદની સજા

    11 hours ago

    જામનગર જિલ્લામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે 17 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આ ઘટના વર્ષ 2022માં બની હતી. કેસની વિગતો અનુસાર, વર્ષ 2022માં ઉત્તર ગુજરાતના એક જિલ્લામાંથી ખેતમજૂર પરિવાર લાલપુર તાલુકાના એક ગામમાં મજૂરી કરવા આવ્યો હતો. આ દરમિયાન ખેતમજૂર દંપતી વતનમાં ગયા હતા, ત્યારે તેમની 3 વર્ષ અને 1 માસની પુત્રીને કનુ કજભાઈ બારીયા નામના શખ્સે લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી કનુ કજભાઈ બારીયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) કાયદા હેઠળની ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ પોક્સો અદાલતમાં ચાલી જતાં, પુરાવાઓ અને સરકારી વકીલ મુકેશભાઈ જાનીની દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે બંને પક્ષોને સાંભળ્યા હતા. અદાલતે આરોપીને દોષિત ઠેરવી અપહરણના ગુનામાં 7 વર્ષની અને દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સખત કેદની સજા તેમજ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અસહ્ય ગરમીમાંથી હવે માવઠું:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન ગગડશે, બે દિવસની વરસાદની આગાહી; કેરી, જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાન થઈ શકે
    Next Article
    કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંત:સમાજના આગેવાનોની બેઠક બાદ પરિવારને સોંપાઈ, પોસ્ટ ડિલીટ, સમાધાન કે દબાણ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment