Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસહ્ય ગરમીમાંથી હવે માવઠું:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન ગગડશે, બે દિવસની વરસાદની આગાહી; કેરી, જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાન થઈ શકે

    13 hours ago

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જેનાથી પરેશાન થયેલા લોકોને હવે થોડો રાહતનો અહેસાસ થયો છે. પવનની દિશામાં બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે, હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ 18 અને 19 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. હાલમાં ખેતરમાં રહેલા જીરું, ઘઉં, ચણા, વરયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ પડીકે બંધાયા છે. જો માવઠું વરસે તો કેરીમાં નુકસાન થઈ શકે છે. પવનની દિશા બદલાતા તાપમાન હજુ ઘટશે ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો આકરો તાપ સહન કરવો પડ્યો હતો. અમદાવાદમાં થોડા દિવસ પહેલાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 4થી 5 ડિગ્રી વધુ નોંધાયું હતું. હવે પવનની દિશામાં ફેરફાર થતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડ્યું છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતવાસીઓને આજથી એટલે કે, 14 માર્ચથી ગરમીમાંથી આશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 24 કલાક માટે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ અનેક વિવિધ જિલ્લાઓમાં માવઠાંની આગાહી હવામાન વિભાગ મુજબ 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં ઉનાળા વચ્ચે શિયાળા જેવો અનુભવ, ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે ગાઢ ઝાકળ છવાઈ હતી. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી, જેના કારણે લોકોને શિયાળા જેવો અનુભવ થયો હતો. ઝાકળ એટલી ઘટ્ટ હતી કે જામનગર શહેરને જોડતા હાઈવે અને ગ્રામ્ય પંથકોમાં વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. વાહનચાલકોને વહેલી સવારે વાહનોની લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ખેતરોમાં ઝાકળના બિંદુઓ જામતા સુંદર દૃશ્યો સર્જાયા હતા. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    'મિત્રોએ સોડામાં દારૂ પીવડાવી મારો વીડિયો ઉતાર્યો':અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી મામલે સગીરનો ચોંકાવનારો ખુલાસો; 'મંદિરનો પુજારી પોતે દારૂ લઈને આવ્યો હતો'
    Next Article
    જામનગર: બાળકી અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની જેલ:કોર્ટે ₹17 હજારનો દંડ પણ ફટકાર્યો, પોક્સો હેઠળ સખત કેદની સજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment