Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મિત્રોએ સોડામાં દારૂ પીવડાવી મારો વીડિયો ઉતાર્યો':અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી મામલે સગીરનો ચોંકાવનારો ખુલાસો; 'મંદિરનો પુજારી પોતે દારૂ લઈને આવ્યો હતો'

    13 hours ago

    જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર મા અંબાના મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજની મિજબાનીનો શરમજનક વીડિયો વાઇરલ થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તંત્રએ 10 પૂજારી અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરી છે, પરંતુ હવે આ પ્રકરણમાં વીડિયોમાં દેખાતા સગીર યુવકે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. સગીરના આક્ષેપ મુજબ, મંદિરમાં જ સેવા આપતા પૂજારીએ તેને નશામાં ધૂત કરી પરાણે વીડિયો ઉતરાવ્યો હતો અને આ સમગ્ર ઘટના પાછળ તેને મોહરો બનાવીને મંદિરને બદનામ કરવાનું કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા ચોરતા હોય તેવો અન્ય એક વીડિયો પણ સામે આવતા યાત્રાધામની સુરક્ષા અને પવિત્રતા સામે અનેક સવાલો ઊભા થયા છે. 'બોલ ને, ખા ને, મોઢું આમ કર' તેમ કહીને વીડિયો ઉતારતા હતા ​સગીર યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના બેસતા વર્ષની સાંજે બની હતી. તે તેના મિત્ર અભિષેકસિંહ ચૌહાણ, જે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, તેના કહેવાથી ત્યાં રોકાવા માટે ગયો હતો. સગીરે જણાવ્યું કે અભિષેક પોતે જ દારૂ લઈને આવ્યો હતો અને તેને સોડામાં મિક્સ કરીને પીવડાવી દીધો હતો. નશાની હાલતમાં અન્ય શખ્સો તેને 'બોલ ને, ખા ને, મોઢું આમ કર' તેમ કહીને ઉશ્કેરતા હતા અને તેનો વીડિયો ઉતારતા હતા. સગીરે આરોપ લગાવ્યો છે કે, આ વીડિયો છગનભાઈ ડાભી નામના શખ્સે ઉતાર્યો હતો. આ ઘટનામાં અભિષેક ચૌહાણ, જીગો ડાભી, ભગુડો વાઘેલા અને નિખિલ ગોસ્વામી જેવા શખ્સો હાજર હોવા છતાં માત્ર સગીરનો જ વીડિયો કેમ ઉતારાયો તે એક મોટો પ્રશ્ન છે. 7-8 લોકો હાજર હોવા છતાં એક જ છોકરાનો વીડિયો વાઇરલ કર્યો ​સગીરના મોટા ભાઈએ પણ આ મામલે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, તેના ભાઈને એક મોહરો બનાવીને આ અસામાજિક તત્વોએ ટાર્ગેટ કર્યો છે. ત્યાં 7થી 8 લોકો હાજર હોવા છતાં માત્ર એક જ છોકરાનો વીડિયો વાઇરલ કરવા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે. ભાઈએ વધુમાં ઉમેર્યું કે, મારો ભાઈ હજુ નાની ઉંમરનો છે, તેને જે કંઈ પણ કરાવ્યું છે તે આ શખ્સોએ આગળ ધરીને કરાવ્યું છે. આ ઘટના પાછળ કોઈ રાજકારણ હોય કે મંદિરને બદનામ કરવાની ચાલ, અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે સાચી હકીકત બહાર લાવવામાં આવે. ​નોંધનીય છે કે, આ વિવાદ બાદ મંદિર પરિસરમાં અન્ય એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં પૂજારીઓ દાનપેટીમાંથી પૈસા કાઢી પોતાના ખિસ્સામાં ભરતા દેખાય છે. આ ઘટનાઓને પગલે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મંદિરના શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મંદિર પરિસર અને ભંડારામાં ગૌમૂત્ર અને ગંગાજળ છાંટીને પવિત્રતા જાળવવાનો પ્રયાસ કર્યો છે. સગીરના પરિવારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ 'ષડયંત્ર'ના મૂળ સુધી ક્યારે પહોંચે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ AIIMSના ઈન્ટર્ન ડૉક્ટરનો આપઘાત:ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો
    Next Article
    અસહ્ય ગરમીમાંથી હવે માવઠું:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાન ગગડશે, બે દિવસની વરસાદની આગાહી; કેરી, જીરું, ઘઉં, ચણા સહિતનાં પાકને નુકસાન થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment