Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘દ્રશ્યમ’ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના બની:ખાંભલામાં હિચકારું ઓનર કિલિંગ, પિતાએ જ દીકરી-પ્રેમીને પતાવ્યા

    10 hours ago

    પોતાના મનપસંદ વ્યક્તિને જીવન સાથી પસંદ કરવાની પુખ્તવયની વ્યક્તિને સ્વતંત્રતા છે, તેમ છતાં અનેક સ્થળોએ પરિવારની મરજી વિરુદ્ધ જીવનસાથી પસંદ કરવાના કિસ્સાઓમાં ઓનર કિલિંગના બનાવો બનતા હોય છે. તેવો જ એક બનાવ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં સામે આવ્યો છે. જેમાં નાના અંગીયા અને ખાંભલા ગામના યુવક-યુવતી ભાગી ગયા બાદ યુવતીના પિતાએ ફોસલાવી બન્નેને પરત બોલાવ્યા હતા. જે બાદ યુવતીના પિતાએ પોતાના ભાણેજ સાથે મળી બન્નેની ગળુ દબાવી હત્યા નીપજાવી હતી અને સીમમાં આવેલા કુવામાં મૃતદેહો નાખી દીધા હતા. આ મામલે નખત્રાણા પોલીસ મથકે યુવક અને યુવતીની ગુમનોંધ લખાયા બાદ પોલીસે યુવતિના પિતાની ઉલટ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ડબલ મર્ડરની ઘટના પરથી પરદો ઉચકાતા શુક્રવારે 39 દિવસ બાદ બન્નેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જે મામલે આરોપી પિતા અને તેના ભાણેજને રાઉન્ડઅપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામની 19 વર્ષીય યુવતી નાથીબેન ઉર્ફે સોનુ વંકા રબારી અને નાના અંગીયા ગામના 21 વર્ષીય નવીન જીવાભાઈ રબારીની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ જે.ડી.સરવૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બન્ને યુવક-યુવતી વચ્ચે પ્રેમસબંધ હોતા ગત 3 ફ્રેબ્રુઆરીના તેઓ ભાગી ગયા હતા. રાત્રે આઠ વાગ્યા સુધી દીકરી ઘરે ન આવતા યુવતીના પિતાએ તેની તપાસ કરી હતી ત્યારે યુવક અને યુવતી કોટડા(જ)થી મળી આવ્યા હતા. જે બાદ યુવતીના આરોપી પિતા વંકા પના રબારી અને તેના ભાણેજ પબા ગાભા રબારીએ બન્નેને ફોસલાવી પરત બોલાવ્યા હતા અને ખાંભલા-કોટડા ગામની વચ્ચે રોડ નજીક બન્નેનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. જે બાદ વારાફરતી બન્નેના મૃતદેહને બાઈક પર ઉઠાવી સીમ વિસ્તારમાં આવેલા 100 ફૂટ ઊંડા કુવામાં નાખી દઈ પુરાવાનું નાશ કર્યો હતો. પોલીસે ગુમનોંધને આધારે આ મામલે તપાસ હાથ ધરી બન્નેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. એ દરમિયાન યુવતીના પિતા પર પોલીસને શંકા ગઈ હતી અને ઉલટ તપાસ કરતા ડબલ મર્ડરની ઘટના પરથી પડદો ઉચકાયો હતો. જે બાદ નખત્રાણાના ઇન્ચાર્જ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ, નખત્રાણા એસડીએમની હાજરીમાં પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમે શુક્રવારે ખાંભલા ગામની સીમમાં આવેલ કુવામાં શોધખોળ હાથ ધરતા હત્યાના 39 દિવસ બાદ મૃતક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. જેને કુવામાંથી બહાર કાઢી પોલીસે સ્થળ પર પંચનામું કરી બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કરી લઇ હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાના મૃતક યુવાનના ભાઇનું ગત તા. 28-10-2025 માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ટૂંકા ગાળામાં બે પુત્રો ગુમાવતા પિતા પર આભ ફાટ્યું છે. ભાસ્કર ઈનસાઈડ: લાશને કુવા-બોરવેલમાં નાખવાની 3 માસમાં ચોથી ઘટના કચ્છમાં છેલ્લા થોડાક સમયથી હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં આરોપી દ્વારા હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કુવા કે બોરવેલમાં નાખી દેવાતો હોય છે. અગાઉ 9-12ના નખત્રાણાના મૃરૂમાં પરિણીતા સાથે આડા સબંધને કારણે 20 વર્ષીય યુવકનું ધારિયાથી માથું અને પગ કાપી બોરવેલમાં નાખી દેવાયા હતા. જે બાદ 14-12ના નાના વરનોરામાં પતિના અન્ય યુવતી સાથે આડા સબંધ હોવાથી પત્નીનું ગળુ કાપી મૃતદેહને કુવામાં નાખી દીધો હતો. જ્યારે ગત 21 ફ્રેબ્રુઆરીના અંજાર તાલુકાના ચંદીયામાં ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી દીધા બાદ લાશને 55 ફૂટ ઊંડા કુવામાં નાખી દેવામાં આવી હતી. તેવામાં હવે નખત્રાણાના ખાંભલામાં વધુ એક ઘટના બની છે. પોલીસને ગુમરાહ કરવા ગુમનોંધ લખાવી 5 ફ્રેબ્રુઆરીના યુવકના પરિવારજનોએ નખત્રાણા પોલીસ મથકે ગુમનોધ લખાવી હતી. જે બાદ યુવતીના પિતાએ પણ પોતે સમગ્ર ઘટનાથી અજાણ બની 7 ફ્રેબ્રુઆરીના પોતાની દીકરી ગુમ થઇ ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોતાની દીકરી અને તેના પ્રેમી યુવકને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસને શંકા ન જાય તેવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું પરંતુ અંતે મામલો સામે આવ્યો અને ચકચારી ઘટનાનો પોલીસે પર્દાફાસ કરી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈનો મામલો આવ્યો સામે:નખત્રાણામાં વ્યાજના રૂપિયા મુદ્દે સાટાકરારમાં 5 લાખની ઠગાઈ
    Next Article
    આયુષ્માન ભારત ‎‎કાર્ડ કેમ્પ સફળતાપૂર્વક‎ સંપન્ન થયો:પાટણમાં પાંચ દિવસ કેમ્પ કરી 700 લોકોને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment