Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતા સન્માન:ભુજની યુવતીને ભારતના ચીફ જસ્ટિસના હસ્તે ગોલ્ડ મેડલ

    14 hours ago

    ગાંધીનગર ખાતે સ્થિત દેશની એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો હતો. અહીંથી ક્લિનિકલ સાયકોલોજી સાથે એમ.એસસી.નો અભ્યાસ પૂર્ણ કરનારી ભુજની યુવતી યજુષી જયદીપ પટેલે સમગ્ર યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યજુષીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ પદવીદાન સમારંભમાં તેની ડિગ્રી સાથે દેશના સી.જે.આઈ. સૂર્યકાન્તના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. આ પહેલા યજુષીએ ગાંધીનગર ખાતે સંસ્થા પી.ડી.પી.ઈ.યુ.માંથી બી.એ. ઓનર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમાં પણ તેમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે. સ્નાતક તથા અનુસ્તાક બંને અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી, ભારતના ચીફ જસ્ટિસના હસ્તે સન્માન મેળવનાર યજુષીએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. ભુજના લોકો આજે પણ સેવાભાવી તબીબ તરીકે યાદ કરે છે, તેવા સ્વ. ડો. વી. એચ. પટેલની યજુષી પૌત્રી છે તથા વર્ષા અને જયદીપ પટેલની પુત્રી છે.
    Click here to Read More
    Previous Article
    PGVCL એક્શન મોડમાં:વીજચેકિંગમાં 2264 વીજ જોડાણોની તપાસ,1.26 કરોડનો દંડ કરાયો
    Next Article
    ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસનું વેચાણ ઝડપાયું:કુકમા ગામમાંથી LCB અને પુરવઠા વિભાગે 174 ગેસની બોટલ જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment