Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:વીજચેકિંગમાં 2264 વીજ જોડાણોની તપાસ,1.26 કરોડનો દંડ કરાયો

    12 hours ago

    પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી અને ગેરરીતિઓ રોકવા માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તા. 9 થી 12 માર્ચ દરમિયાન ભુજ વર્તુળ કચેરી હેઠળ વિવિધ પેટા વિભાગોમાં આ અભિયાન યોજાયું હતું. આ ઝુંબેશ દરમિયાન ભુજ શહેર, ભુજ ગ્રામ્ય, કુકમા, મુન્દ્રા, નખત્રાણા, ખાવડા, ભુજોડી, મુન્દ્રા-ગુંદાલા, માંડવી શહેર તથા માંડવી ગ્રામ્ય વિસ્તારોમાં 31 જેટલી વીજચેકિંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટીમોએ ઘરેલુ, વાણિજ્ય, ઔદ્યોગિક અને ખેતીવાડી સહિત કુલ 2264 વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 195 વીજ જોડાણોમાં ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં મીટર સાથે ચેડાં કરવું, બિનઅધિકૃત રીતે વીજ ઉપયોગ કરવો જેવી બાબતો નોંધાઈ હતી. આ ગેરરીતિઓ બદલ સંબંધિત ગ્રાહકોને કુલ અંદાજે 126.2 લાખ રૂપિયાનાં દંડાત્મક બિલ ફટકારવામાં આવ્યા હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે. બીજી તરફ માર્ચ માસ અંત તરફ હોવાથી બાકીદાર ગ્રાહકો પાસેથી વીજ બિલની વસુલાત વધારવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવી છે. જેમાં લાંબા સમયથી બાકી બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ ભરવા PGVCLની કચેરીઓ રજાઓમાં પણ ખુલ્લી રહેશે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ ડિવિઝન દ્વારા વીજ ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફાઈનાન્સીયલ વર્ષ 2025-2026 ના અંતિમ મહિના માર્ચ-2026 માં બાકી વીજ બિલોની વસૂલાત ઝડપી બનાવવા માટે વિભાગીય કચેરીઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે. જેમાં ભુજ સીટી-1 અને ભુજ સીટી-2, ભુજ રૂરલ, માધાપર, દેશલપર, કુકમા, ભુજોડી અને ખાવડા પેટા વિભાગીય કચેરી રજાના દિવસોમાં પણ બિલ ભરી શકાશે માર્ચ-2026 ના મહિના દરમિયાન આવતા દરેક રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં પણ આ તમામ કચેરીઓ વીજ બિલ સ્વીકારવા માટે ખુલ્લી રહેશે. ગ્રાહકો પોતાના બાકી બિલો સમયસર ભરી શકે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાર કાઉન્સિલની ચૂંટણી:બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છના 102 મત રદ
    Next Article
    યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતા સન્માન:ભુજની યુવતીને ભારતના ચીફ જસ્ટિસના હસ્તે ગોલ્ડ મેડલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment