Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસનું વેચાણ ઝડપાયું:કુકમા ગામમાંથી LCB અને પુરવઠા વિભાગે 174 ગેસની બોટલ જપ્ત કરી

    13 hours ago

    પશ્ચિમી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાઈ છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પુરવઠા શાખાએ સંયુક્ત કાર્યવાહી કરી કુકમા ગામમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાનો સંગ્રહ અને વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ અને પુરવઠા વિભાગની આ રેડમાં કુલ 174 ગેસની બોટલો મળી કુલ રૂ. 1,59,800/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુકમા ગામના સીકે કોમ્પ્લેક્ષમાં આવેલ ‘બાલાજી એન્ટરપ્રાઇઝ’ નામની દુકાન નં. 07 માં હિરેન અવીનાશભાઇ ટાંક દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલા રાખવામાં આવ્યા છે. બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. હાસમી અને LCBની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડતા ગોડાઉનમાંથી 5 કિલો ક્ષમતાના ગેસ ભરેલા 112 બોટલ, 05 કિલો ક્ષમતાના 62 ખાલી બોટલ સહીત કુલ 1,59,800ની કિંમતના 174 નંગ બોટલ કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે માધાપરના રહેવાસી હિરેન અવીનાશભાઇ ટાંકની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર એક્ટ-2000, ગેસ સીલીન્ડર રુલ્સ-2016 અને આવશ્યક ચીજવસ્તુ ધારા-1955 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ શખ્સ ભુજની વિવિધ ગેસ એજન્સીઓ પાસેથી ગેર કાયદેસર રીતે બોટલ ખરીદીને પોતાનો નફો રાખી છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુનિવર્સિટીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતા સન્માન:ભુજની યુવતીને ભારતના ચીફ જસ્ટિસના હસ્તે ગોલ્ડ મેડલ
    Next Article
    ભાસ્કર ફોલોઅપ:કચ્છમાં બુકિંગ સામે માત્ર 32.74 ટકા ગેસના બોટલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment