Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ:કચ્છમાં બુકિંગ સામે માત્ર 32.74 ટકા ગેસના બોટલ

    11 hours ago

    કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુકિંગ છતાં ડિલિવરીમાં થતો વિલંબ સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યો છે. શુક્રવારના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર કચ્છમાં કુલ 28,820 ગ્રાહકોએ ગેસ રિફિલ માટે બુકિંગ કરાવ્યું હતું. તેની સામે સરકારી ત્રણ મુખ્ય ગેસ કંપનીઓ પાસે માત્ર 9,435 બોટલનો જથ્થો જ હાજર હતો. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ 9,370 બોટલ રસ્તામાં છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કરાવ્યાના ચાર-ચાર દિવસ વીતી જવા છતાં ગેસના બોટલ મળતા નથી. ગેસની અછતને છુપાવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોને એક બોટલ લીધાના 25 દિવસ બાદ જ બીજું બુકિંગ કરાવવા દેવામાં આવશે. જો આમાં 4-5 દિવસનો ડિલિવરી સમય ઉમેરવામાં આવે, તો એક સામાન્ય પરિવારને હવે માંડ મહિનામાં એક બોટલ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસની અછતને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે જથ્થા પર કાપ મૂકી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં સરકારે પહેલાથી જ કાપ મૂક્યો છે, જેના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રસોડાઓ પર સંકટના વાદળો છવાયા છે. જો યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો લોકોએ ફરીથી ગેસના બોટલના બદલે ચૂલા કે ઇન્ડકશન સગડી પર રસોઈ બનાવવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. કચ્છમાં ‘ડિમાન્ડ સામે સપ્લાય માત્ર 50 ટકા’ નામ ન આપવાની શરતે એક એલપીજી ડીલરે જણાવ્યું હતું કે, ભુજમાં અત્યારે જે જરૂરીયાત છે તેની સામે કંપનીઓ દ્વારા માત્ર 50% જ જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. અમે જેટલો ઓર્ડર આપીએ છીએ તેનાથી અડધો માલ પણ મળતો નથી, જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસનું વેચાણ ઝડપાયું:કુકમા ગામમાંથી LCB અને પુરવઠા વિભાગે 174 ગેસની બોટલ જપ્ત કરી
    Next Article
    ભાસ્કર ફોલોઅપ:વેપારીના હત્યારાઓને પકડવાની માંગ સાથે પરિવારનો વિરોધ, બંદોબસ્ત વચ્ચે દફનવિધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment