Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ:વેપારીના હત્યારાઓને પકડવાની માંગ સાથે પરિવારનો વિરોધ, બંદોબસ્ત વચ્ચે દફનવિધી

    11 hours ago

    પાટણ શહેરમાં નીલમ સિનેમા આગળ ધોળા દિવસે 5થી વધુ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી ઝહીર બેલીમ ઉર્ફે ખોખરો નામનો આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભેંસોના વેપારી યુસુફ પઠાણની ગુરુવારે હત્યા કરી હતી. જે મામલામાં ધારપુર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ આરોપી જ્યાં સુધી નહિ પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અંતે પોલીસની આરોપીને પકડી પાડવાની બાંહેધરી ધરી બાદ સાંજે મૃતદેહ સ્વીકાર્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે બુકડી વિસ્તારમાં થી 500થી વધુ સમાજના સભ્યો વચ્ચે જનાજો ગંજીપીરની કબ્રસ્તાનમાં લઈ જવાયો હતો અને ત્યાં મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર સીટમાં 6 ઈંચ અંદર ખૂંપેલી ગોળી મળી તપાસ અધિકારી કે.જે.ભોયે જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની અલગ-અલગ ટીમો પાટણસહિત સમગ્ર ગુજરાતમાં આરોપીઓને પકડવા માટે દોડી રહી છે. મૃતકના સ્વજનોમાં આરોપીઓ કેમ હજુ સુધી પકડાયા નથી તેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું, જેમાં FSLની ટીમની મદદ લીધી હતી. તપાસ દરમિયાન ગાડીની ડ્રાઈવર સાઈડની સીટમાં 6 ઈંચ વચ્ચેથી ગોળી મળી આવતાં કબજે લેવામાં આવી છે. પેનલ ડોક્ટરના પ્રાથમિક રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે ગોળી વાગવાથી થયેલી ગંભીર ઈજા જ મોતનું કારણ બની છે. મુખ્ય નસ કપાઈ જતાં વધુ પડતા બ્લીડિંગથી મોત ધારપુર હોસ્પિટલના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતકનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાયું હતું. પીએમ પૂર્વે કરવામાં આવેલા ડિજિટલ એક્સ-રેમાં જાણવા મળ્યું હતું કે ગોળી શરીરની માંસપેશીઓમાં હાડકાંની બિલકુલ નજીક ફસાઈ ગઈ હતી. જ્યારે ગોળી શરીરમાં પ્રવેશી ત્યારે શરીરની મુખ્ય નસ કપાઈ ગઈ હતી, જેના પરિણામે અતિશય રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) થયો હતો. ડોક્ટરોના મતે આ ગંભીર ઈજા અને લોહી વહી જવાને કારણે જ વ્યક્તિનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ફોલોઅપ:કચ્છમાં બુકિંગ સામે માત્ર 32.74 ટકા ગેસના બોટલ
    Next Article
    Plastic Industry Loss | પ્લાસ્ટિક દાણાના ભાવમાં 40થી 50 ટકાનો વધારો | Loss | Daman | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment