Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચકોશી પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું:નર્મદા પરિક્રમાવાસીઓ માટે શૌચાલયો તથા ડોમ સહિતની વ્યવસ્થાઓ રહેશે

    21 hours ago

    રાજપીપળા પાસે આવેલાં રામપુરાના કીડીમંકોડી ઘાટ ખાતેથી 19મીથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાની શરૂઆત થશે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમા દરમિયાન 15 લાખથી વધારે શ્રધ્ધાળુઓ આવવાનો અંદાજ લગાવાઇ રહયો છે. પરિક્રમાવાસીઓને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહી નર્મદા પંચકોશી પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તરફથી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓને સુવિધા મળે તે માટે ડોમ, બેરિકેટિંગ, લાઇટનિગ, જેટી, ઘાટની વ્યવસ્થા તેમજ બેસવા અને આરામ કરવાની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર આર. વી. વાળા સહિત જિલ્લાના અધિકારીઓએ પરિક્રમા રુટનું નિરિક્ષણ કર્યું હતું. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરએ તિલકવાડા, રેંગણઘાટ અને મણિનાગેશ્વર સહિતના મુખ્ય સ્થળોએ પરિક્રમાર્થીઓ માટે વોશરૂમ, બેસવાની અને આરામ કરવાની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. મુલાકાત દરમિયાન જરૂરી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપી કામગીરી ઝડપી થાય અને જ્યાં જરૂરી હોય ત્યાં ખૂટતી કડી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. પરિક્રમાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં આવે તે માટે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંડપ, છાંયડો, પંખા, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ,સ્નાન સુવિધા, ટોયલેટ, નાવડી વ્યવસ્થા, લાઇટિંગ, સાઇન બોર્ડ, માઇક એનાઉન્સિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમ, આરોગ્ય સેવા, પીવાના પાણી, સલામતી, પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને રામપુરા ઘાટ ખાતે જેટી, સ્વચ્છતા અને પાર્કિંગ વ્યવસ્થાઓસુચારૂ રીતે ઉભી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે સાથે પરિક્રમાવાસીઓનીઅવરજવ ર સરળ બને તે માટે ઘાટ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન અને સતત દેખરેખ રાખવા પણજણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, પ્રાંત અધિકારી પ્રસંજીત કૌર, પ્રાંત અધિકારી જુહી પાંડે, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ. વસાવા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાંસદ ધવલ પટેલની રજૂઆત:જિલ્લાના દરિયા કાઠે મત્સ્યઉદ્યોગને વેગ આપી માછીમારોની આર્થિક સ્થિતિ સુધારો
    Next Article
    બજેટને મળી મંજૂરીની મ્હોર:રાજપીપળા પાલિકાનું 52 કરોડની પુરાંતવાળું બજેટ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment