Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ધવલ પટેલની રજૂઆત:જિલ્લાના દરિયા કાઠે મત્સ્યઉદ્યોગને વેગ આપી માછીમારોની આર્થિક સ્થિતિ સુધારો

    23 hours ago

    કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ અને રાજ્ય મંત્રી જીતિન પ્રસાદાના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં મરીન પ્રોડક્ટ્સના નિકાસ અંગે યોજાયેલી મહત્વની પરામર્શ સમિતિની બેઠકમાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે ભાગ લીધો હતો. બેઠકમાં ભારતના સમુદ્રી ખાદ્ય ઉદ્યોગના વિકાસ તેમજ નિકાસ પ્રોત્સાહન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ બેઠક દરમિયાન ભારતીય સી-ફૂડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે મૂલ્યવર્ધન, વૈશ્વિક સ્પર્ધાત્મકતા, આધારભૂત ઢાંચાના વિકાસ તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સમુદ્રી ખાદ્ય પદાર્થોમાં પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન વધારીને વૈશ્વિક બજારમાં વધુ સારી કિંમત મેળવવી, ભારતીય મરીન પ્રોડક્ટ્સ અન્ય દેશોની સરખામણીએ ગુણવત્તા અને કિંમતે સ્પર્ધા કરી શકે તે માટે વ્યૂહરચના ઘડવી તેમજ કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ યુનિટ્સ અને ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. સાથે સાથે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો અને કાયદાકીય નિયમોનું કડક પાલન થાય જેથી નિકાસમાં કોઈ અવરોધ ન આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના સમુદ્રી ખાદ્ય ઉદ્યોગ માટે નવા વૈશ્વિક અવસરો ખુલ્લા થાય અને માછીમારો તેમજ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. બેઠક દરમિયાન સાંસદે વલસાડ જિલ્લાના મત્સ્યઉદ્યોગ અંગે પણ વિશેષ રજૂઆત કરી હતી. વલસાડ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી અહીં મત્સ્યઉદ્યોગની અપાર સંભાવનાઓ છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા તેમજ માછીમારોની આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવા અંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન એક્સપોર્ટ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઔદ્યોગિક એકમો માટે આદેશ જાહેર કરાયો:દમણમાં 3 હજાર ચોરસ ફૂટના પ્લિન્થ અથવા છત ધરાવતી કંપનીએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો ફરજિયાત રહેશે
    Next Article
    પંચકોશી પરિક્રમા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું:નર્મદા પરિક્રમાવાસીઓ માટે શૌચાલયો તથા ડોમ સહિતની વ્યવસ્થાઓ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment