Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી પરંપરાગત વિરાસતનું જતન કરાયું:કુરેલિયા ગામે પરંપરાગત વાજિંત્રો અને લોકનૃત્યોના સથવારે સાંસ્કૃતિક ઉત્સવ

    23 hours ago

    કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના આર્થિક સહયોગથી શિવમ એજ્યુકેશન અને જનસેવા ટ્રસ્ટ કુરેલિયા દ્વારા 12 માર્ચ ગુરુવારના રોજ સાંજે 8 કલાકે લોક સંગીતનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વાંસદાના કુરેલિયા તાડ ફળિયામાં યોજાયો હતો. આદિવાસીઓની ધરોહર સમાન લોકનૃત્ય, લોકસંગીત, વિવિધ વાજિંત્રો અને પહેરવેશ સાથે લોક સંગીતનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસી સમાજની પરંપરાગત વાજિંત્રો સાથેની મનમોહક કૃતિઓ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમનો હેતુ આદિવાસીઓની પરંપરાગત વિરાસતનું જતન અને સંવર્ધન કરવાનું છે. આદિવાસી સંસ્કૃતિ એની ઓળખથી તેની અસ્મિતાને સાચવવા તૂર, કાહળ્યા, તારપુ, ઘોડા નૃત્ય,માંવલી નૃત્ય,હોડી નૃત્ય, માદળ નૃત્ય વગેરે વાજિંત્રો સાથે પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અને સફળતા માટે શિવમ એજ્યુકેશન અને લોકસેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિત ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    જિ.પં.ની બેઠકોના સીમાંકનનો આખરી આદેશ‎:જિ.પં.ની કુલ 30 બેઠક, નવસારી તાલુકાની 1‎બેઠક ઓછી કરી ત્રણેય બેઠક એસટી અનામત‎
    Next Article
    ખાડી દેશોમાં સર્જાયેલા યુદ્ધની અસર:પરીક્ષાને ધ્યાને લઇ છાત્રો માટે સંચાલકોએ મજબૂરીવશ લાકડાના ચૂલા પર રસોઇ બનાવી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment