Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી દેશોમાં સર્જાયેલા યુદ્ધની અસર:પરીક્ષાને ધ્યાને લઇ છાત્રો માટે સંચાલકોએ મજબૂરીવશ લાકડાના ચૂલા પર રસોઇ બનાવી પડી

    1 day ago

    ખાડી દેશોમાં સર્જાયેલા યુદ્ધને પગલે ચીખલી તાલુકાની 37 છાત્રાલયોમાં અભ્યાસ કરતા 2129 વિદ્યાર્થીઓના ભોજન પણ સંકટ છવાયું છે. વૈશ્વિક સ્તરે યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા અખાતી યુદ્ધની અસર હવે દક્ષિણ ગુજરાતના ચીખલી તાલુકાના છેવાડાના માનવી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. નવસારી જિલ્લાની 106 છાત્રાલયોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા 6 હજારથી વધુ વિદ્યાર્થીઓના બે ટંકના ભોજન પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે. ખાસ કરીને પરીક્ષાના આ કપરા સમયે સર્જાયેલી આ કટોકટીએ વહીવટી તંત્રને દોડતા કરી દીધા છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના આયાત-નિકાસ પર સીધી અસર પડતા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સ્ટોક મર્યાદિત થઈ જતા નવસારી જિલ્લાના મુખ્ય 6 તાલુકામાં આવેલી છાત્રાલયોમાં હાલ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચીખલી તાલુકામા સૌથી વધુ 37 છાત્રાલયોમાં 1249 કુમાર અને 880 કન્યા મળી કુલ 2129 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે દરરોજ વિદ્યાર્થીઓ માટે જમવાનું બનાવવાનું હોય છે. જેમાં કોમર્શિયલ સિલિન્ડર અનિવાર્ય છે. જો આગામી થોડા દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો સંચાલકોએ મજબૂરીવશ પરંપરાગત લાકડાના ચૂલા પર રસોઈ બનાવવી પડશે. આધુનિક યુગમાં આ પદ્ધતિ માત્ર અવ્યવહારુ નથી પરંતુ તેનાથી રસોઈ બનાવવામાં વધુ સમય લાગશે અને વિદ્યાર્થીઓને સમયસર ભોજન પીરસવામાં વિલંબ થશે. હાલમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. વળી એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ પણ શરૂ થવાની છે, આવા સમયે ભોજનની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓ પર માઠી અસર પડી શકે તેમ છે. ચીખલી તાલુકાની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ગેસ સિલિન્ડરના પગલે માઠી અસર જોવા મળી રહી છે. અનેક સંચાલકોએ હોટલની બહાર જે મેનુ ઉપલબ્ધ હશે તે જ મળશે તેવા બોર્ડ મારી દીધા છે. ધંધા-રોજગાર બચાવવા માટે ઘણાં વેપારીઓએ જૂની પદ્ધતિ અપનાવી કોલસાની સગડીઓનો ઉપયોગ શરૂ કરી દઇ ધંધા રોજગાર ચલાવવાની નોબત આવી છે.
    Click here to Read More
    Previous Article
    આદિવાસી પરંપરાગત વિરાસતનું જતન કરાયું:કુરેલિયા ગામે પરંપરાગત વાજિંત્રો અને લોકનૃત્યોના સથવારે સાંસ્કૃતિક ઉત્સવ
    Next Article
    દહેશતનો આવ્યો અંત:પારડીના ટુકવાડાથી દીપડો પાંજરે પૂરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment