Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિ.પં.ની બેઠકોના સીમાંકનનો આખરી આદેશ‎:જિ.પં.ની કુલ 30 બેઠક, નવસારી તાલુકાની 1‎બેઠક ઓછી કરી ત્રણેય બેઠક એસટી અનામત‎

    21 hours ago

    નવસારી જિલ્લા પંચાયતના બેઠકોના સીમાંકન, અનામત સ્થિતિ અંગે આખરી આદેશ જાહેર થતા એક દોઢ મહિનાથી ચાલતા વાદ વિવાદનો અંત આવ્યો છે. જોકે નવસારી તાલુકામાં એક પણ બેઠક ઓબીસી યા બિનઅનામત આપવાની માંગ સ્વીકારાઇ નહીં. નવસારી જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકન અંગે પ્રાથમિક આદેશ 7 જાન્યુઆરીએ જારી થયો, જેની સામે ભારે વિરોધ થયો. નવસારીમાં બેઠક ઘટાડી ગણદેવીમાં વધારવા, વાંસદામા એસ ટી બેઠક વધારવા વગેરે માંગ થઈ હતી. આખરે 24 ફેબ્રુઆરીએ સુધારા પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ થયો,જેમાં ઉક્ત માંગ સ્વીકારવામાં આવી અને ગણદેવી તાલુકામાં બેઠક વધારવા ઉપરાંત વાંસદા તાલુકામાં એસ.ટી. બેઠક પણ વધારી દેવાઈ હતી. જોકે નવસારી તાલુકામાં 4માંથી 3 બેઠક કરવાને લઈ તથા જે ત્રણ બેઠક અપાઈ તે પણ એસ.ટી. અનામત બેઠક ફાળવી દેવાતા નારાજગી જોવા મળી હતી, જે ત્રણ બેઠક ફાળવાઈ તે તમામ એસ.ટી. અનામત હોય એકાદ બેઠક બિન અનામત યા ઓબીસી ફાળવાય એવી માંગ થઈ રહી હતી. જોકે અગાઉ જાહેર થયેલ સુધારા પ્રાથમિક આદેશ જ યથાવત રાખી શુક્રવારે નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકોના સીમાંકન, અનામત સ્થિતિનો આખરી આદેશ શુક્રવારે રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડી દીધો હતો. 17 માર્ચે હાલની પાંખની મુદત પૂરી થતી હોય અગામી સમયમાં ચૂંટણી યોજવાની તૈયારીના ભાગરૂપે આ જાહેરાત થઈ હોવાનું જોવાય છે. મતદાર યાદી પ્રસિદ્ધિ સહિત આ જાહેરાત હવે નવસારી જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતોની મુદત 17 માર્ચે પૂર્ણ થતી હોય અગામી સામાન્ય ચૂંટણી કરવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. બેઠકોનું સીમાંકન નક્કી થઈ ગયું છે ત્યારે હવે તમામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક થઈ શકે છે. દરેક પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક પણ થશે. મતદાર યાદીની પણ પ્રસિદ્ધિ થશે. વધુમાં સૌથી મહત્વની બાબત ચૂંટણીનો કાર્યક્રમ પણ થોડા દિવસોમાં જાહેર થવાની પૂરી શક્યતા છે,જેમાં પત્રક ભરવાથી લઈ મતદાન, મતગણતરીની તારીખ જાહેર થશે. આગામી 10 દિવસમાં ચૂંટણીની મહત્તમ સ્થિતિ લગભગ સ્પષ્ટ થશે. જલાલપોર તાલુકા પંચાયતમાં બિન અનામત ઓબીસી બેઠક વધુ શુક્રવારે જલાલપોર તાલુકા પંચાયતની 20 બેઠકો માટે સીમાંકન અને અનામત બેઠકોની સ્થિતિ અંગે આખરી આદેશ જાહેર થઇ ગયો છે. આ આદેશમાં કુલ 20 બેઠકોમાંથી 5 બેઠક સામાન્ય સ્ત્રી અને 5 બેઠક બિનઅનામત સામાન્ય છે. ઉપરાંત કુલ ઓબીસી બેઠકો પણ 5 છે. બાકી રહેતી 5 બેઠકોમાં 4 બેઠક એસટી અને 1 બેઠક એસસી ફાળવવામાં આવી છે. તાલુકાના બે ગામો મનપામાં સામેલ કરાતા આ પંચાયતમાં થોડો ફેરફાર પણ થયો છે. નવસારી તાલુકા પંચાયતમાં 9 બેઠકો ઓબીસી, 4 બિનઅનામત અને સામાન્ય નવસારી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે પણ સીમાકંન અને અનામત સ્થિતિ અંગે આખરી આદેશ રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી દીધો છે. આ આદેશ મુજબ કુલ 16માંથી 9 બેઠકો એસટી ફાળવવામાં આવી છે. તો કુલ 4 બેઠક સામાન્ય સ્ત્રી અને બિન અનામત સામાન્ય ફાળવાઇ છે. ઓબીસી બેઠક કુલ 2 અને એસસી બેઠક 1 જાહેર કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ તાલુકામાં આવતા બે ગામો ધારાગીરી અને દાંતેજને મહાનગરપાલિકામાં હવે સમાવી દેવાયા છે.
    Click here to Read More
    Previous Article
    વિરોધ થયા બાદ તંત્ર બેકફૂટ પર‎:નવસારીનું લુન્સીકૂઇ ઉપર‎ રમતને જ પ્રાધાન્ય : મનપા‎
    Next Article
    આદિવાસી પરંપરાગત વિરાસતનું જતન કરાયું:કુરેલિયા ગામે પરંપરાગત વાજિંત્રો અને લોકનૃત્યોના સથવારે સાંસ્કૃતિક ઉત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment