Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ થયા બાદ તંત્ર બેકફૂટ પર‎:નવસારીનું લુન્સીકૂઇ ઉપર‎ રમતને જ પ્રાધાન્ય : મનપા‎

    20 hours ago

    નવસારી મનપા લુન્સીકૂઇ મેદાન ઉપર રમતને પ્રાધાન્ય આપવા કટીબધ્ધ હોવાનું જણાવ્યું છે. હાલમાં મેદાન મેળા માટે અપાતા શહેરના અગ્રણીઓ, રમતવીરોએ મેદાનનો ઉપયોગ રમત માટે જ કરવા અને વેપાર માટે નહીં આપવા રજૂઆત કરી હતી. આ બાબતે મનપાએ જણાવ્યું કે આ મેદાન વેપારી પ્રવૃત્તિ માટે ભાડે અપાયું નથી,હાલ જે અપાયું છે તે સરકાર દ્વારા આયોજિત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે છે, નફો કમાવાના ઉદ્દેશથી નહીં. આ મેદાન હંમેશા રમતવીરો માટે તથા શહેરના નાગરિકોની સુવિધા માટે સમર્પિત રહેશે. લુન્સીકૂઇ મેદાન ઉપર પુરાણ કરી વધુ સારું બનાવાઈ રહ્યું છે. જે રમતવીરોને પ્રેક્ટિસમાં મુશ્કેલી નહી પડે તે માટે લુન્સીકૂઈના વિકલ્પરૂપે છાપરા ગ્રાઉન્ડ અને જલાલપોરનુ મોહનીયા ગ્રાઉન્ડ દ્વારા અગાઉથી જ ફાળવી દેવામાં આવ્યા છે. દાતાઓની લાગણીને ધ્યાને લેવાઇ ન હતી નવસારીનું લુન્સીકુઇ મેદાન દાનવીર દાતાઓએ નવસારી નગરજનોને રમતગમત પ્રવૃત્તિ માટે ફાળવ્યું હતું, પરંતુ તે મહત્વની બાબતને બાજુએ કરીને અગાઉ પાલિકા મેદાનમાં મેળાઓ યોજીને કમાણી કરવાનું સાધન હોય તેમ તેનો ઉપયોગ કરતુ રહ્યુ હતું હવે મનપા દ્વારા પણ તેનુ પુનરાવર્તન કરાતા રમતગમત પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. > ડો. મયૂર પટેલ, રમતગમત પ્રેમી
    Click here to Read More
    Previous Article
    પૂર્વ નગરસેવકની અપીલ:શહેરના દશેરા ટેકરીમાં BSNL ટાવર ઊભો કરો
    Next Article
    જિ.પં.ની બેઠકોના સીમાંકનનો આખરી આદેશ‎:જિ.પં.ની કુલ 30 બેઠક, નવસારી તાલુકાની 1‎બેઠક ઓછી કરી ત્રણેય બેઠક એસટી અનામત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment