Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BSNL ટાવરમાંથી કેબલ ચોરીનો આરોપી ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો

    2 days ago

    ગીર સોમનાથ પોલીસે BSNL ટાવરમાંથી કેબલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી થયેલા કેબલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી વેરાવળમાં કરવામાં આવી હતી.જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવા, આરોપીઓની ધરપકડ કરવા અને ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, વેરાવળના રાજેન્દ્ર ભુવન પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં BSNL અને RJIOના શેરિંગ ટાવરમાંથી આશરે 15 મીટર કાળા કલરનો RRH પાવર કેબલ ચોરાયો હતો, જેની કિંમત રૂ. 8,000/- હતી.ગુનો નોંધાયા બાદ, સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ ગીગાભાઈ મોરીને મળેલી બાતમી અને સર્વેલન્સ સ્ટાફના ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ સંજય નરેશભાઈ ચૌહાણ (રહે. રામ મંદિરની પાસે, મફતીયા પરા, વેરાવળ) છે. તે મજૂરી કામ કરે છે.આ કામગીરીમાં વેરાવળ સિટી ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલ, એ.એસ.આઈ. રણજીતસિંહ ડોડીયા, પો.હેડ.કોન્સ. કમલેશભાઈ પીઠીયા, મયુરભાઈ સોલંકી, કાનજીભાઈ મોરી, પો.કોન્સ. દીપકભાઈ અખીયા, વિનયસિંહ ગીગાભાઈ મોરી અને મયુરસિંહ ગોહિલ સહિતના સ્ટાફ જોડાયો હતો.આ ઘટના 26/07/2026ના રોજ બની હતી.
    Click here to Read More
    Previous Article
    PM પર વાંધાજનક પોસ્ટ પર દિલ્હી પોલીસની કાર્યવાહી:પોસ્ટ, વીડિયો અને કોમેન્ટ્સ હટાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસ મોકલવામાં આવશે
    Next Article
    Team India Grilled For Backing Abhishek Over Samson: "Why Different Rules?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment