Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની ખાણી-પીણી બજારમાં અસર:શહેરમાં ગેસ વિના લોજ બંધ થવાનું શરૂ

    17 hours ago

    ખાડી દેશો વચ્ચેના યુદ્ધની અસર હવે મહેસાણાના ખાણી-પીણીના બજારમાં દેખાવા લાગી છે. રામોસણા ચોકડીથી આરટીઓ સુધી મુખ્ય હાઈવે તેમજ રાધનપુર રોડ પર આવેલા નાના-મોટા ખાણી-પીણીના સ્ટોલ, નાસ્તા હાઉસ, ફાસ્ટફૂડ સેન્ટર અને ટી-સ્ટોલમાં લગભગ 80 ટકા વ્યવસાયિકો કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતાં ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ શરૂ કર્યો છે. રામોસણ ચોકડી પર લોજ બંધ રામોસણા ચોકડી પર આવેલ પ્રજાપતિ ભાખર-શાક હાઉસમાં આઠ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ખાલી થઈ જતાં ભોજનાલય બંધ કરવું પડ્યું છે. 10 કારીગરો હાલ કામ વગર બેઠા છે. માલિક પિન્ટુ ભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતાં આજથી હોટલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સિલિન્ડર મળશે ત્યારે ફરી હોટલ શરૂ કરીશું. બટાકા બાફવા ચૂલાનો ઉપયોગ રાધનપુર રોડ પર આવેલા નવદુર્ગા ચૂલા ઢોસામાં ઢોસા તો ચૂલા ઉપર જ બનતા હોવાથી થોડી રાહત છે. પરંતુ બટાકા બાફવા, પુલાવ બનાવવા અને પાઉં સેકવા માટે ગેસની સગડીનો ઉપયોગ થતો હતો. હવે સિલિન્ડર નહીં મળતાં આ કામ પણ ચૂલા ઉપર શરૂ કર્યુ છે. સંચાલક મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, હવે ભાજી બનાવવા એક બોટલ રાખીશું, જેથી તે એક દિવસના બદલે ચાર દિવસ સુધી ચાલે. ગેસની અછતને કારણે પીઝામાં નાના ઓર્ડરમાં કાપ‎ રાધનપુર રોડ પર સેવન સ્પેસ કોમ્પ્લેક્ષમાં આવેલા લંડન યાર્ડ પીઝા સેન્ટરના સંચાલક‎દેવન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પીઝા સાથેની કેટલીક ખાદ્ય સામગ્રી ગેસ સિલિન્ડર પર બનાવવામાં‎આવે છે. હાલ સિલિન્ડર ઉપલબ્ધ છે, પરંતુ આગળ મળવાની અનિશ્ચિતતા હોવાથી 50-100‎રૂપિયાના નાના ઓર્ડરમાં કાપ મૂકવો પડ્યો છે. કારીગરોના ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ કરીએ‎છીએ અને તેમની ભોજન વ્યવસ્થા હાલમાં ટિફિન દ્વારા કરવામાં આવી રહી છે.‎
    Click here to Read More
    Previous Article
    પુલનું સમારકામ પૂર્ણ થતાં પાલિકાનો નિર્ણય:લાલબાગ-રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી કાર્યરત કરાશે
    Next Article
    પૂર્વ નગરસેવકની અપીલ:શહેરના દશેરા ટેકરીમાં BSNL ટાવર ઊભો કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment