Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુલનું સમારકામ પૂર્ણ થતાં પાલિકાનો નિર્ણય:લાલબાગ-રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી કાર્યરત કરાશે

    15 hours ago

    ભરઉનાળે બંધ રહેલા લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી ખુલ્લા મુકાશે. ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બંને પુલમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સમારકામ કરવાનું હોવાથી બંધ કરાયા હતા. જોકે સરદારબાગ સ્વિમિંગ પુલ હજી બંધ જ છે. લાલબાગ, રાજીવ ગાંધી અને સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ રહેતાં સ્વિમરોનો કારેલીબાગ સ્વિમિંગ પુલમાં ધસારો વધ્યો હતો. તેવામાં પાલિકા આગામી સોમવારથી લાલબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ શરૂ કરશે. ટુરિસ્ટ વિભાગનાં સૂત્રો મુજબ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે સમારકામ કરાય છે. જે પૂર્ણ થતાં બંને પુલ ખુલ્લા મુકાશે. નવા એડમિશન માટે 23મીથી ઑનલાઇન પ્રકિયા શરૂ થશે પાલિકાના ટુરિસ્ટ વિભાગે કહ્યું કે, એપ્રિલથી ચાલુ વર્ષ માટે નવા સભ્યપદની એડમિશન પ્રક્રિયા શરૂ કરાશે. 23 માર્ચથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. તમામ પ્રવેશ પાવતીની નકલ સાથે રાખવી પડશે. જ્યારે આજીવન સભ્યપદ ધરાવતા સ્વિમરોએ નવા મેડિકલ ફિટનેસ ફોર્મ ભરી મેડિકલ ઓફિસરના સિક્કા સાથે જમા કરાવવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    કરોડિયાના જમીન અને આકારણી વિવાદ બાદ કાર્યવાહી:આકારણી વિભાગમાં 14 વર્ષથી ચીપકેલા 5 સિનિયર ક્લાર્ક સહિત 7 કર્મીની બદલી
    Next Article
    યુદ્ધની ખાણી-પીણી બજારમાં અસર:શહેરમાં ગેસ વિના લોજ બંધ થવાનું શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment