Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડિયાના જમીન અને આકારણી વિવાદ બાદ કાર્યવાહી:આકારણી વિભાગમાં 14 વર્ષથી ચીપકેલા 5 સિનિયર ક્લાર્ક સહિત 7 કર્મીની બદલી

    14 hours ago

    આકારણી શાખામાં 14-14 વર્ષથી ચીપકેલા સિનિ. ક્લાર્કની સાગમટે બદલી કરાતાં સોંપો પડી ગયો છે. નિયમ મુજબ બદલી કરી હોવાનું ડે.કમિશનરે કહ્યું હતું. જોકે કરોળિયામાં જમીન-આકારણી વિવાદ બાદ કાર્યવાહી કરાયાનું મનાય છે. કરોડિયામાં જમીન-આકારણીના વિવાદમાં આકારણી વિભાગમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. ડે.કમિશનર ગંગા સિંઘે વર્ષોથી આકારણી વિભાગમાં ફરજ બજાવતા 5 સિનિ. ક્લાર્ક અને 2 જુ. ક્લાર્કની બદલી કરી છે. સૂત્રો મુજબ આકારણીના કેટલાક કર્મીની અગાઉ બદલી થઈ હતી. જોકે ફરી તે આકારણી વિભાગમાં આવી જતાં વિવાદ થયો હતો. નોંધનીય છે કે, કરોડિયા જમીન વિવાદમાં વોર્ડ 8ના મહામંત્રી અને પ્રમુખનાં રાજીનામાં લેવાયાં હતાં. કરોડિયા જમીન-આકારણી વિવાદમાં વોર્ડ 8નો પટાવાળો આખરે સસ્પેન્ડ ભૂતકાળમાં પાલિકાના કેટલાક કર્મી દ્વારા નેતા-વગદારોની મિલકતની આકારણીમાં ફેરફાર કરી ફાયદો કરાવ્યો હોવાની ફરિયાદો ઊઠી હતી. તાજેતરમાં કરોડિયાની બિનખેતી જમીનમાં બાંધકામ અને વેચાણ કરી છેતરપિંડી કરાયાનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જ્યારે આકારણી મુદ્દે વિવાદ થયો હતો. સૂત્રો મુજબ આકારણી વિવાદમાં વોર્ડ 8ના પટાવાળા રણજિતસિંહ મકવાણાની વિવાદાસ્પદ ભૂમિકા જણાઈ હતી. વોર્ડના અધિકારીઓની મૌખિક રજૂઆતને ધ્યાનમાં રાખી પટાવાળા રણજિતસિંહને સસ્પેન્ડ કરાયો છે. અધિકારીઓનું કહેવું છે કે, આકારણી વિવાદની તપાસ કરવાની હોવાથી કાર્યવાહી કરી છે. આ મુદ્દે પાલિકા કે અન્ય તરફથી પોલીસ ફરિયાદ થઇ નથી.
    Click here to Read More
    Previous Article
    ગેસ બોટલ માટે સતત ત્રીજા દિવસે રઝળપાટ:વાસણામાં લોકો જતાં એજન્સી બંધ મળી, માટીના ચૂલાનું વેચાણ વધ્યું
    Next Article
    પુલનું સમારકામ પૂર્ણ થતાં પાલિકાનો નિર્ણય:લાલબાગ-રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ સોમવારથી કાર્યરત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment