Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ બોટલ માટે સતત ત્રીજા દિવસે રઝળપાટ:વાસણામાં લોકો જતાં એજન્સી બંધ મળી, માટીના ચૂલાનું વેચાણ વધ્યું

    12 hours ago

    ગેસ બોટલ મુદ્દે સતત ત્રીજા દિવસે હોબાળો જોવા મળ્યો હતો. વાસણામાં ઇન્ડિયન ગેસ એજન્સી પર પહોંચેલા લોકોને એજન્સી બંધ મળી હતી. જેથી લોકોએ રોષ ઠાલવી કહ્યું કે, બોટલોનું ઓનલાઇન બુકિંગ કરવાનું કહે છે, પરંતુ બુકિંગ થતું નથી. બીજી તરફ શહેરમાં માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. અગાઉ અઠવાડિયે 1 ચૂલો વેચાતો હતો, જ્યારે હાલ 10થી વધુ ચૂલા રોજ વેચાય છે. યુદ્ધને કારણે ગેસની અછત થવાની શક્યતા વચ્ચે ગેસના બોટલ માટે 3 દિવસથી એજન્સીની બહાર લાઇનો લાગી રહી છે. બીજી તરફ સંચાલકો એજન્સી બંધ કરી દરવાજા પર ઓનલાઇન બુકિંગ કરવા જણાવાય છે. એજન્સીમાં બોટલ લેવા પહોંચેલા નાગરિકે કહ્યું કે, 6 દિવસથી બોટલ નોંધાવ્યો છે, પણ હજુ મળ્યો નથી. અન્ય નાગરિકે બળાપો ઠાલવતાં કહ્યું કે, સર્વર ડાઉન છે. બુકિંગ માટેનો નંબર લાગતો નથી. બોટલોના કાળા બજાર થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કોમર્શિયલ બોટલોની ભારે અછત છે ત્યારે ઘરગથ્થુ બોટલોનો કોમર્શિયલી ઉપયોગ થઇ રહ્યો છે. ઘરગથ્થુ બોટલો વધુ ભાવે લઇ રેસ્ટોરન્ટ સહિતની ખાણી-પીણીની લારી પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકોએ ગભરાવાની જરૂર નથી જિલ્લામાં ગેસના જથ્થાની કોઈ અછત નથી. વડોદરાના નાગરિકોને ગેસના જથ્થા બાબતે ગભરાવાની કે પેનિક થવાની જરૂર નછી. દરેક ગ્રાહકને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહેશે. > ગીતાબેન દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી લાકડાનો ઉપયોગ કરી દાળ, ભાત, શાક બનાવીએ છીએ લગ્નો સાથે રેગ્યુલર કેટરિંગ સર્વિસ ચાલે છે ત્યારે બોટલની અછત છે.લાકડાના ઉપયોગથી કેટરિંગમાં દાળ, ભાત, શાક બનાવીએ છીએ. જ્યારે પૂરી સહિત ફરસાણ માટે ગેસનો ઉપયોગ કરાય છે. બોટલ 5 દિવસ ચાલે તેટલી જ વ્યવસ્થા છે. > નીતિન પટેલ, કેટરર્સ ચાની લારી, સેવઉસળ-ભજિયાં વેચતા દુકાનદારો માટીના ચૂલા ખરીદી રહ્યા છે ગેસ બોટલ મળતા નથી, જેથી માટીના ચૂલાનું વેચાણ વધ્યું છે. પહેલાં અઠવાડિયે 1 ચૂલો વેચાતો હતો, હવે રોજના 10થી વધુ વેચાય છે. રૂા.500 થી 1500ના માટીના ચૂલા હોય છે. જે ઇંટ અને માટીના લીંપણથી તૈયાર કરાય છે. અત્યારે ચાની લારીવાળા, સેવઉસળવાળા, ભજિયાની લારી ચલાવતા વેપારીઓ માટીના ચૂલા લઇ જાય છે. > રાકેશ પ્રજાપતિ, કુંભાર ઇસ્કોન મંદિર દ્વારા 1200 મણ લાકડાં ખરીદ્યાં ગોત્રી ઇસ્કોન મંદિરે 1200 મણ લાકડાં ખરીદ્યાં છે. નિત્યાનંદ સ્વામીએ જણાવ્યા મુજબ મંદિરના સ્ટાફ અને ભક્તો સહિત રોજ 300 લોકોનું સવાર-સાંજ જમવાનું બને છે. અત્યારે બોટલ મળી રહે છે. આગામી સમયમાં સમસ્યા સર્જાય તો ભંડારો બંધ ન કરવો પડે તે માટે લાકડાં ખરીદ્યાં છે.રૂા.160ના એક મણના ભાવે આ લાકડાં ખરીદાયાં છે. હજુ વધુ લાકડાં ખરીદીશું.
    Click here to Read More
    Previous Article
    જીપીસીબી દ્વારા અલ્ટિમેટમ અપાયું:નંદેસરી જીઆઇડીસી સહિત 6 ઉદ્યોગોને 7 દિવસનું અલ્ટીમેટમ,દુર્ગંધ ન ફેલાય તે રીતે મટિરિયલ્સ વાપરો
    Next Article
    કરોડિયાના જમીન અને આકારણી વિવાદ બાદ કાર્યવાહી:આકારણી વિભાગમાં 14 વર્ષથી ચીપકેલા 5 સિનિયર ક્લાર્ક સહિત 7 કર્મીની બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment