Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:શહેરમાં સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રભારીની નવનિયુક્ત હોદેદારો સાથે બેઠકોનો દૌર શરૂ

    1 day ago

    જામનગર શહેરના ભાજપના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય સંગઠનાત્મક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવનિયુક્ત હોદ્દેદારોને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનું ભાથું પૂરું પાડવા માટે આ બેઠકો અત્યંત મહત્વની સાબિત થઈ છે. જેમાં પ્રથમ દિવસે સંગઠન અને મોરચાના હોદ્દેદારો સાથે સંવાદ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે બેઠકોનો પ્રારંભ થયો હતો. જેમાં શહેર સંગઠનના સર્વપ્રથમ શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સંગઠનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ શહેર મોરચાના પ્રમુખઓ, મહામંત્રીઓ અને વોર્ડ પ્રભારીઓ સાથે ચૂંટણીલક્ષી પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક વોર્ડની ભૌગોલિક અને રાજકીય સ્થિતિની બારીક માહિતી પ્રભારી દ્વારા મેળવવામાં આવી હતી. બીજા દિવસે પ્રભારીશ્રીએ પાયાના સ્તરના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, કોર્પોરેટરઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ પ્રમુખઓ અને મહામંત્રીઓ સાથે બેઠક યોજી તેમને જનસંપર્ક તેજ કરવા સૂચના આપી હતી. પૂર્વ શહેર અધ્યક્ષઓ અને પૂર્વ મેયરઓ સહિતના વરિષ્ઠ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનમાં એકસૂત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો. આ બે દિવસીય પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવાનો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે માઈક્રો પ્લાનિંગ તૈયાર કરવાનો હતો. આ તકે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે સહિતના શહેર અને વોર્ડ સ્તરના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હાલાકી:જામનગર શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરોના કાળા બજાર : 925નો બાટલો રૂા.3000ને આંબી ગયો
    Next Article
    ફરિયાદ:જામનગરમાં છાત્રાલયમાં 2 છાત્રો વચ્ચે ડખ્ખો, માથામાં હથોડી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment