Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલાકી:જામનગર શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરોના કાળા બજાર : 925નો બાટલો રૂા.3000ને આંબી ગયો

    1 day ago

    કોર્મશિયલ ગેસના બાંટલાઓ બંધ કરવામાં આવતા જામનગરમાં ગેસના બાટલાઓની કાળી બજાર શરૂ થઈ ગઈ છે અને ગેસના બાટલાના ત્રણ ગણો ભાવ થઈ ગયો છે. તો ઓનલાઈન બુકીંગ સેવાઓ ઠપ્પ થતાં લોકોની ગેસ એજન્સીઓમાં કતારો લાગી ગઈ છે. તો તંત્રએ 7 ટીમો બનાવીને તાલુકા અને જિલ્લા મથકે ગેસ ગોડાઉનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગેસના બાટલાઓનો જથ્થો પુરતો હોવાનું જણાવ્યું છે. જામનગર સહિત દેશભરમાં કોર્મોશિયલ રાંધણ ગેસના બાટલાઓ બંધ કરવામાં આવ્યા છે, જેથી ઘરેલુ ગેસ મેળવવા માટે લોકોએ ઓનલાઈન બુકીંગ કરવા જતાં ફોન આપમેળ કટ થઈ જતાં અને ઓનલાઈન ગેસના બાટલાઓ બુક ન થતાં લોકોમાં ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. જેથી લોકોએ ગેસ એજન્સીઓએ ગેસ બુકીંગ માટે કતારો લગાવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી ગેસ એજન્સીઓ ખાતે લોકોની કતારો જોવા મળી રહી છે. તો બીજી બાજુ કોર્મશિયલ ગેસના બાટલાઓ બંધ થઈ જતાં કાળી બજાર ચાલુ થઈ ગઈ છે. રૂ.930નો મળતો ગેસના બાટલાના રૂ.3 હજાર થઈ ગયા છે. જેથી ખાણી-પીણીના રેંકડીવાળા તેમજ ચાની હોટલ સહિતના નાના ધંધાર્થીઓ ખરીદ કરી રહ્યા છે. ગેસના બાટલના કાળા બજારમાં ત્રણ ગણા ભાવ વધારાથી લોકોમાં ગેસ બુકીંગ માટે વધુ ભીડ જોવા મળી રહી છે. જામનગર અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર દ્વારા જુદી જુદી 7 ટીમો બનાવવામાં આવી છે. જેમાં જિલ્લાના ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, જામનગર અને લાલપુર તાલુકા મથકોએ મામલતદારની આગેવાનીમાં બનાવેલી ટીમો ગેસ એજન્સીઓના ગોડાઉનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ પુરવઠાના અધિકારીની આગેવાનીમાં પણ એક ટીમ બનાવીને શહેરમાં તમામ ગેસ એજન્સીઓના ગોડાઉનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં રાંધણગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ : કલેકટર જામનગર જિલ્લામાં રાંધણગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. ખોટી અફવાઓથી દુર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ પુરવઠાનું સંતુલન જાળવવા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય કરાયો છે. > કલેકટર કેતન ઠક્કર હેલ્થ અને શિક્ષણને લગત ગેસના બાટલા અપાય છે કોર્મોશિયલ ગેસના બાટલાઓ બંધ થતા જામનગરમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. ત્યારે તંત્રએ જાહેર કર્યુ હતું કે, હેલ્થને લગતા તેમજ શિક્ષણને રીલેટેડ હોય તેવા વિભાગને ગેસના બાટલાઓ આપવામાં આવતા હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
    Next Article
    બેઠક:શહેરમાં સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રભારીની નવનિયુક્ત હોદેદારો સાથે બેઠકોનો દૌર શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment