Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોમાં આક્રોશ:નદીઓમાં સાડી ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત‎પાણી ઠાલવાયું, હવે આંદોલનના મંડાણ‎

    1 day ago

    ગુજરાતની ત્રણ નદીઓ નદીઓમાં વધતા પ્રદૂષણ સામે કોંગ્રેસ નેતા દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કોયલી મઢ ખાતે મહાદેવના દર્શન કરીને કોંગ્રેસ નેતા કરસન બાપુ ભાદરકાએ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.અને ઉબેણ નદીના પાણીનું નિરીક્ષણ કરી સરકાર તેમજ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે આકરા પ્રહારો કર્યા હતા. જેતપુર અને આસપાસના સાડી ઉદ્યોગોમાંથી નદીઓમાં છોડાતાકેમિકલયુક્ત લાલ પાણીથી નદીઓ પ્રદૂષિત થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે કરસન બાપુ ભાદરકા દ્વારા વિરોધનો શંખનાદ કરવામાં આવ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. ખેડૂતો સાથે નદીના કિનારે પહોંચેલા ખેડૂતોએ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અને સરકાર સામે આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. અને તાળા મારવાની ચેતવણી આપી હતી. નદીઓમાં છોડાતા કેમિકલયુક્ત પાણીથી ખેતી અને પર્યાવરણને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરવામાં કોંગ્રેસ નેતા કરસનબાપુ ભાદરકાએ ઉદ્યોગોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવે માત્ર બે જ વિકલ્પો છે પ્રદૂષણ બંધ કરો અથવા ઉદ્યોગોને તાળા મારવા પડશે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને ફટકો:ડોળાસામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન કરી
    Next Article
    આયોજન:કોડીનારના ડોળાસા ગામમાં સેવાસેતુ, આધારકાર્ડ માટે લોકોની લાંબી કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment