Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:કોડીનારના ડોળાસા ગામમાં સેવાસેતુ, આધારકાર્ડ માટે લોકોની લાંબી કતારો

    1 day ago

    કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને આધાર કાર્ડ સુધારા માટે લાંબી કતાર લાગી હતી. કોડીનારનાં ડોળાસા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર કચેરી નો સ્ટાફ,તાલુકા પંચાયત નો સ્ટાફ,આરોગ્ય વિભાગનો સ્ટાફ ,સામાજિક વનીકરણ નો સ્ટાફ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહી લોકો ની રજૂઆતો નો ઉકેલ લાવવા પ્રયાસો કર્યા હતા. સમગ્ર સેવા સેતુ કાર્યક્રમ માં સૌથી વધુ ભીડ અધાર કાર્ડ સુધારણા માટે જોવા મળી હતી.અન્ય વિભાગ માં આરોગ્ય માટે લોકોએ તબીબી સ્ટાફની મુલાકાત લીધી હતી. આ સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે કે.ટી.સી બેંક ના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયા, કોડીનાર તાલુકાના પંચાયત ના પ્રમુખ જીતુભાઈ પરમાર,ઉપ પ્રમુખ વિશાલભાઈ ગાધે,કોડીનાર બીજેપી પ્રમુખ જીતુભાઈ બારડ, જિલ્લા પંચાયત ના સદસ્ય અમુભાઈ વાજા,તાલુકા પંચાયત ના સદસ્ય રાજેશભાઈ વાઢેળ,ડોળાસા ના સરપંચ ગોવિંદભાઈ કાતિરા,ઉપ સરપંચ સુભાષભાઈ મોરી, નાનાવાડા, જંત્રાખડી, માલગામ, સહિત અનેક ગામો ના સરપંચો અને તલાટીઓ, આંગણવાડી ના અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત.રહ્યા હતા. ગીર સોમનાથમાં કાર્યક્રમોનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળે સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો દ્રારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવી રહ્યાં છે જેમાં અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોકોમાં આક્રોશ:નદીઓમાં સાડી ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત‎પાણી ઠાલવાયું, હવે આંદોલનના મંડાણ‎
    Next Article
    આત્મહત્યા:એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment