Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:અમરેલીમાં સામાન્ય બોલાચાલીમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં ચારને ઇજા

    1 day ago

    અમરેલી ગજેરપરામાં રહેતા ઉમાબેન રાજુભાઈ વશરામભાઈ ચૌહાણ (ઉ.વ.58)ની દીકરી ગઈ કાલે 11 વાગ્યે રાજેશ ભાનુભાઈ વાઘેલાના ઘરે સામાન લેવા ગઈ હતી, પરંતુ તેઓએ સામાન આપવાનો ઇન્કાર કરી તેમની સાથે માથાકૂટ કરી હતી.બાદમાં ઉમાબેન સાંજે વાલ્મીકી વાસ વિસ્તારમાં દૂધના પૈસા આપવા ગયા હતા. તે સમયે ત્યાં હાજર રાજેશ વાઘેલાએ અન્ય સાથી સાથે મળી વાળ ખેંચી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ઉમાબેન તેમની દીકરી સાથે ઓટો રિક્ષામાં બહારપરા પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા જતા હતા ત્યારે બહારપરા ફુલારા ચોક પાસે ફરી એકવાર ઝઘડો થતા બે મહિલાઓ દ્વારા ઉષાબેનની બીજી દીકરી જ્યોતિબેનને મારમારી બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજેશ ભાનુભાઇ વાઘેલા, રાજુ બચુભાઇ વેગડ, કલ્પનાબેન રવિભાઇ પરમાર, કીરણબેન રાજુભાઇ વેગડ અને જીનુંબેન ડાયાભાઇ વાઘેલા મળી કુલ પાંચ લોકો પર ગુન્હો નોંધાયો છે તો સામે પક્ષે ભાનુબેન પુંજાભાઈ વાઘેલાએ પણ ઉષાબેન તેમના દીકરા સાથે ઘરે આવી મારમારી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવ્યું છે. જે અંગે બહારપરા પોલીસે બને પક્ષેથી કુલ 6 લોકો ઉપર ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ પાસાના પાંજરે પુરાયો
    Next Article
    વ્યવસ્થા:યાર્ડમાં 12 કલાક સુધી વારાની રાહ જોતા ખેડૂતો માટે વાહનના સ્થળે જ ફુડ પેકેટની વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment