Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ પાસાના પાંજરે પુરાયો

    1 day ago

    ફટાણા ગામે વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી પાસા દરખાસ્ત મંજૂર થતા આ શખ્સને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી પાસા હેઠળ સુરત જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં આવારા અસામાજીક તત્વો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ મથકે નોંધાયેલ ધ ડેમેજ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ મુજબના તથા ધાક ધમકી આપી ખંડણીના ગુન્હામાં સંડોવાયેલ ફટાણા ગામનો આરોપી મહેશ ઉર્ફે ભદો રામા બથવાર વિરૂધ્ધમાં પીએસઆઈ આર.જી.ચુડાસમાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયાએ શખ્સને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે. આરોપી સામે 21 ગુન્હા નોંધાયા છે પોરબંદરના ફટાણા ગામે રહેતો આરોપી મહેશ રામા બથવાર વિરુધ્ધ અગાઉ 21 જેટલા ગુન્હા નોંધાયેલ છે જેમાં આરોપી વિરુધ્ધ ખંડણી અને ધાક ધમકીના ગુન્હા નોંધાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:વૈકલ્પિક રસ્તો બનાવવા મનપાએ રેલવે તંત્રને પત્ર લખ્યો
    Next Article
    ફરિયાદ:અમરેલીમાં સામાન્ય બોલાચાલીમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં ચારને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment