Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:વૈકલ્પિક રસ્તો બનાવવા મનપાએ રેલવે તંત્રને પત્ર લખ્યો

    1 day ago

    પોરબંદરમાં ઉદ્યોગનગર રેલવે ફાટકનો પ્રશ્ન ફરી ઉકળતો ચરૂ બન્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્વારા ઉદ્યોગનગર ફાટક પાસે બોર્ડ મારી સૂચના આપી છે કે તા. 31/5/2026ના રોજ રાત્રિના 12 વાગ્યાથી આ ફાટક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડને જોઈને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, નરસંગ ટેકરી થી રોકડિયા હનુમાન આવતી અને જતી વખતે વચ્ચે ઉદ્યોગનગર ફાટક આવે છે. આ ફાટક આસપાસ અનેક સોસાયટીઓ આવેલ છે અને અંદાજે 30 થી 35 હજાર સ્થાનિકો ઉપરાંત અન્ય લોકો આ ફાટક માંથી પસાર થાય છે. ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ અને આંદોલન કર્યા હતા જેને પગલે ફાટક ખોલવામાં આવ્યું હતું પરંતુ હવે ફરીથી ફાટક બંધ થવાનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. જોકે સ્થાનિકોના રોષને પગલે રેલવે તંત્ર દ્વારા બોર્ડ હટાવી લેવામાં આવ્યા છે. વૈકલ્પિક રસ્તો બિસ્માર હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે તંત્રને તા.17/10/2025ના રોજ લેટર લખ્યો હતો જેમાં મનપા દ્વારા રોડનું સમારકામ અને ઢાળ રિપેર કરવાનો અને સીસીરોડ બનાવવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવશે અને 6 માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી આ ફાટક તા.31/5/2026 સુધી તાત્કાલિક ખોલી આપવામાં આવે તેવું લેટરમાં લખ્યું હતું. મહત્વની વાત એ છે કે મનપા દ્વારા બિસ્માર વૈકલ્પિક રસ્તાનું સમારકામ 5 માસ દરમ્યાન કરવામાં જ આવ્યું નથી. હવે મંજૂરી લેવામાં અને ટેન્ડર પ્રક્રિયા કરવા માંજ મનપાને 3 માસ જેટલો સમય લાગી શકે તેમ છે. તેવો અહેવાલ દિવ્યભાસ્કર પોરબંદરમાં પ્રસિધ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને જે માર્ગ છે તે પહોળો બનાવવા માટે મનપા તંત્ર દ્વારા રેલવે વિભાગને પત્ર લખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:ભડ ગામ જતા રસ્તે ફરસી અને પાઇપ સાથે 2 શખ્સ ઝડપાયા
    Next Article
    કાર્યવાહી:વારંવાર ગુન્હા કરતો માથાભારે શખ્સ પાસાના પાંજરે પુરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment