Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તેરા તુજ કો અર્પણ’:ગાંધીનગરના મોલમાં ભુલાયેલી સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને પરત કરી

    13 hours ago

    કહેવાય છે કે ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ મુશ્કેલીના સમયે નાગરિકોની સાચી સાથી પણ બને છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઈન્ફોસિટી પોલીસની સતર્કતા અને પ્રામાણિકતાને કારણે એક યુવતીની કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ સુરક્ષિત રીતે પરત મળી છે. ગાંધીનગરના સરગાસણ સ્થિત સ્વાગત હોલીડે મોલમાં એક યુવતી પોતાની બેગ ભૂલી ગઈ હતી. આ અંગેની જાણ થતાં પીઆઈ. વી.આર. ખેરની ટીમે ત્વરિત તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની PCR ટીમ એક્શનમાં આવી હતી. ત્યારે બેગની તપાસ દરમિયાન ટીમને તેમાંથી માલિકનું આધારકાર્ડ મળી આવ્યું હતું. બેગમાં સોનાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીનું બ્રેસલેટ અને 2200 રૂપિયા રોકડા હતા. આ કાર્ડના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ મેળવી માલિકનો સંપર્ક સાધ્યો હતો. આ સમગ્ર તપાસમાં પો.કો. ચેહરાજી હેમતુજી હે.કો. વિક્રમસિંહ બલવંતસિંહએ પાયાની ભૂમિકા ભજવી હતી. તેમણે બેગમાં રહેલી તમામ વસ્તુઓની યોગ્ય ખાતરી કરી મૂળ માલિકને બોલાવી તમામ સામાન સુપરત કર્યો હતો. ત્યારે પોતાના કિંમતી ઘરેણાં પરત મેળવી માલિકે ગદગદિત થઈ પોલીસ જવાનોનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સદગુરૂ ટ્રેડિંગ કંપની નામની પેઢી પર SOG-ફૂડ વિભાગનો દરોડો:તેલના સેમ્પલ લેબમાં મોકલાયા, ભેળસેળની આશંકાએ વેપારીઓમાં ફફડાટ
    Next Article
    ગેસ વિતરણમાં પારદર્શકતા લાવવા AAPનું કલેક્ટરને આવેદનપત્ર:સંકટના સમયે વચેટીયાઓ જનતાના હકો ન ઝૂંટવે તે માટે 'રિયલ ટાઈમ' ઓનલાઈન ડેટા જાહેર કરવા અને હેલ્પલાઈન શરૂ કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment