Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષિકાને પતિ અને તેના મિત્રએ રસ્તામાં આંતરી ગાળો ભાંડી:'તું મારી દીકરીને મૂકીને ચાલી ગઈ છો, મને તેના ડોક્યુમેન્ટ જોઈએ છે, તને જીવવા નહીં દવ' કહીં ધમકી આપી

    11 hours ago

    રાજકોટ શહેરમાં રહેતા મહિલા શિક્ષિકા ગઈકાલે તેના સાથી કર્મીઓ સાથે નોકરીએથી કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા, ત્યારે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પતિએ તેના મિત્ર સાથે આવી શિક્ષિકાને કારમાંથી હાથ પકડી નીચે ઉતારી બિભત્સ શબ્દો બોલી ‘મારી દીકરીના ડોક્યુમેન્ટ આપી દે’ કહી ધમકી આપી હતી. આ ઘટનામાં સહકર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા પતિ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતાં. હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાથ પકડી કારમાંથી ઉતરવાનું કહી ગાળો ભાંડી રાજકોટ શહેરની નિવેદીતા સોસાયટીમાં માવતરે રહેતા અને નેકનામ ગામે આવેલી તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભુમીકાબેન પટેલે યુનિવર્સિટી પોલીસમાં થાનગઢ રહેતા પતિ ક્રોમીક કિશોર પટેલ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી દંપતિ વચ્ચેના અણબનાવને કારણે તેના પિતાના ઘરે રહે છે. 12 માર્ચની સાંજે તે તેના સહકર્મચારીઓ સાથે કારમાં નોકરીએથી પરત રાજકોટ આવી રહી હતી, ત્યારે બ્રહ્મનાદ સોસાયટી મેઈન રોડ નવી કોર્ટ પાસે જામનગર રોડ પર તેમની ગાડી પાસે પતિ અને તેનો મિત્ર પ્રદિપ રબારીએ ગાડી ઉભી રાખી હતી. જેમાં પતિએ શિક્ષિકાનો હાથ પકડીને કહ્યું કે, 'તું ગાડીમાંથી નીચે ઉતર, મારે વાત કરવી છે' કહી ગાળો આપી હતી. સાથે જ 'હું તને જીવવા નહીં દવ, તું જોઈ લેજે' કહી ધમકી આપી હતી. પોલીસને જાણ કરતા બન્ને ફરાર આ પછી ‘તું મારી દીકરીને મુકીને જતી રહી છો, મારી દીકરીના ડોકયુમેન્ટની ફાઈલ મને આપ’ કહેતા બોલાચાલી થતા સાથી કર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા જ પતિ અને તેનો મિત્ર નાશી છુટ્યા હતાં. હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાની ટર્મ પૂર્ણ, કર્મચારીઓનું સન્માન કરાયું:શાસક પક્ષે 5 થી 15 વર્ષના સહયોગ બદલ કર્મચારીઓનો આભાર માન્યો
    Next Article
    કાર ચાલકે બે મહિલાઓને કચડી, એકનું મોત, CCTV:બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દીધું, એક મહિલા પર વ્હીલ ફરી વળતાં સેકન્ડોમાં જ મોત, રાજુલા પોલીસ સ્ટેશન સામે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment