Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સાડીની દુકાનમાં હાથફેરો કરતી મહિલાઓ CCTVમાં કેદ:ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓ એક પછી એક સાડી ચોરી કરતી જોવા મળી

    9 hours ago

    બોટાદ શહેરમાં દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી સાડીની એક દુકાનમાં બે મહિલાઓએ હાથફેરો કર્યો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ, બંને મહિલાઓ ગ્રાહક બનીને દુકાનમાં આવી હતી અને સાડીઓ જોવાના બહાને ચોરીને અંજામ આપ્યો હતો. એક પછી એક સાડી ચોરી કરતી મહિલાઓ CCTVમાં કેદ દુકાનમાં બેસીને બંને મહિલાઓ એક પછી એક સાડીની ચોરી કરતી હોવાના દ્રશ્યો CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યા છે. મહિલાઓની આ કરતૂત કેમેરામાં કેદ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ દુકાનમાં થયેલી ચોરીની ઘટનાને લઈને વેપારી આલમમાં ચકચાર મચી છે. CCTVના આધારે મહિલાઓને ઝડપી પાડવાની માંગ ઘટનાના CCTV ફૂટેજના આધારે ચોરી કરતી મહિલાઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. હવે પોલીસ CCTV ફૂટેજના આધારે તપાસ કરીને મહિલાઓ સુધી ક્યારે પહોંચે છે અને ચોરીનો ભેદ ક્યારે ઉકેલાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના તહેવારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:આજવા રોડ પર એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી ₹2 લાખના દાગીનાની ચોરી
    Next Article
    Ahmedabad Corporation | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય, AMC પોતાનું ડિઝાઇન યુનિટ બનાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment