Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણી અમાસે લોહેશ્વર ધામે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર:મહાભારતકાળ સાથે જોડાયેલી પ્રાચીન ધરોહર; ₹2 કરોડના ખર્ચે બનેલું 'મિની સોમનાથ'

    11 hours ago

    શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રાવણી અમાસના પર્વ પર પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા પૌરાણિક લોહેશ્વર મહાદેવ ધામ ખાતે ભક્તોનું ભવ્ય ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આસપાસના 50થી 60 કિલોમીટરના વિસ્તાર ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી વહેલી સવારથી જ 70થી 80 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાંડવકાળની પૌરાણિક કથા અને માન્યતા લોહેશ્વર મહાદેવ ધામ મહાભારતકાળની કથા સાથે જોડાયેલું અત્યંત પ્રાચીન તીર્થસ્થાન છે. વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો ધર્મારણ્ય ક્ષેત્રમાં રોકાયા હતા ત્યારે યુધિષ્ઠિરના શિવપૂજનના નિયમ માટે ભીમે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પરિસરમાં આવેલા પાંચ પાંડવકુંડ, પાંડવોના પગલાં અને પ્રાચીન વરખડીનું વૃક્ષ આ પૌરાણિક ઘટનાની પ્રતીતિ કરાવે છે. પવિત્ર ગંગુવો અને જળાભિષેક મહત્ત્વ કુંડની સફાઈ દરમિયાન સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થવા અને જળના ઝરણાં ફૂટી નીકળવાની લોકમાન્યતાને કારણે ભક્તોમાં અપરંપાર શ્રદ્ધા જોવા મળે છે. શ્રદ્ધાળુઓ મંદિર સામે આવેલા પવિત્ર ગંગુવો અને પાંડવકુંડમાંથી જળ લઈને દાદા પર શિવાભિષેક કરે છે. આ ઉપરાંત, ધામમાં પિતૃ તથા માતૃ શ્રાદ્ધ કરવાની અને ફાગણ વદ અગિયારસથી અમાસ સુધી મેળો ભરાવાની ખાસ પરંપરા છે. ભક્તોની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા મંદિર ટ્રસ્ટના પ્રમુખ રામુ જાની અને ટ્રસ્ટી વિરમ દેસાઈ દ્વારા ભક્તો માટે ચા-નાસ્તો, મહાપ્રસાદ અને ફરાળની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાંડવકુંડમાં દુર્ઘટના અટકાવવા સ્ટેનલેસ સ્ટીલની જાળીઓ લગાવાઈ હતી. સુરક્ષા અને ટ્રાફિક સંચાલન માટે શંખેશ્વર પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો. વાહનો માટે અલગ પાર્કિંગ અને વિશ્રામ ગૃહની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી. ₹2 કરોડના ખર્ચે બનેલું 'મિની સોમનાથ' છેલ્લા સમયગાળામાં લોહેશ્વર ધામને અંદાજે ₹2 કરોડના ખર્ચે બંસીપહાડપુરના લાલ પથ્થરોમાંથી કોતરણીયુક્ત ભવ્ય નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોતાની અદ્ભુત સ્થાપત્ય શૈલીના કારણે આ ધામ 'મિની સોમનાથ' તરીકે પણ પ્રખ્યાત બન્યું છે. ભવ્ય મંદિર અને પૌરાણિક સ્મૃતિઓના કારણે મુજપુરનું આ ધામ પાટણ જિલ્લાની અનન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરને મનપાની વિકાસની ભેટ:12 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે રૂ.798 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, 30 નવી ઈ-બસોને મળશે લીલી ઝંડી
    Next Article
    50% કમિશનની લાલચ ભારે પડી:બોગસ પેઢી બનાવી તેનું બેંક એકાઉન્ટ ખોલી ભાડે આપનાર બે શખ્સોની ધરપકડ, મ્યુલ એકાઉન્ટમાં 1.73 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment