Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરને મનપાની વિકાસની ભેટ:12 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે રૂ.798 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, 30 નવી ઈ-બસોને મળશે લીલી ઝંડી

    11 hours ago

    ગાંધીનગરને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વિકાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શનિવારે સેક્ટર-13બી ગ્રાઉન્ડ, પ્રાથમિક શાળા સામે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.798.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે શહેરમાં જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા 30 નવી PM ઈ-બસોને પણ લીલી ઝંડી આપવામાં આવશે. 14 વિકાસ કાર્યોનું લોકાર્પણ, 16 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત વિકાસ મહોત્સવ અંતર્ગત કુલ રૂ.798.56 કરોડના પ્રોજેક્ટ્સને આગળ ધપાવવામાં આવશે. જેમાં રૂ.210.82 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આશરે 14 વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. જ્યારે રૂ.587.74 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 16 નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પાણી, આરોગ્ય અને રસ્તાની સુવિધાઓને પ્રાથમિકતા નવા પ્રકલ્પોમાં ગાંધીનગરના નાગરિકોની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. સેક્ટર-26માં અત્યાધુનિક અર્બન હેલ્થ સેન્ટર (UPHC)નું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સેક્ટર-20, ઝુંડાલ અને અમિયાપુર ખાતે નવા બગીચાઓ બનાવવામાં આવશે, જેનો લાભ બાળકો સહિત શહેરીજનોને મળશે. શહેરના વિવિધ વિસ્તારોમાં મજબૂત સી.સી. રોડ બનાવવાની સાથે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા સ્ટોર્મ વોટર લાઈનનું કામ હાથ ધરાશે. પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા નવી ઓવરહેડ પાણીની ટાંકીઓનું પણ નિર્માણ કરવામાં આવશે. સુવર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્રનું આધુનિકીકરણ ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા સુવર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્રના ઓડિટોરિયમનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આ સુવિધાથી શહેરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળવાની સાથે નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. 30 નવી ઈ-બસોથી જાહેર પરિવહન બનશે વધુ ગ્રીન વિકાસ મહોત્સવનું મુખ્ય આકર્ષણ PM ઈ-બસ સેવાનો વિસ્તાર રહેશે. ગાંધીનગરમાં અગાઉ 40 ઈ-બસો શરૂ કરવામાં આવી હતી, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે બીજા તબક્કામાં વધુ 30 નવી PM ઈ-બસોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. નવી ઈ-બસોના ઉમેરાથી ગાંધીનગરનું સિટી બસ નેટવર્ક વધુ વ્યાપક બનશે અને નાગરિકોને જાહેર પરિવહનની વધુ સુવિધા મળશે. સાથે જ પ્રદૂષણમાં ઘટાડો કરીને પર્યાવરણલક્ષી પરિવહનને પ્રોત્સાહન મળશે. સ્માર્ટ અને ગ્રીન ગાંધીનગર તરફ વધુ એક પગલું રૂ.798 કરોડથી વધુના આ વિકાસ પ્રકલ્પો દ્વારા ગાંધીનગરમાં માળખાકીય સુવિધાઓને નવી ગતિ મળશે. પાણી, આરોગ્ય, રસ્તા, બગીચા અને જાહેર પરિવહન ક્ષેત્રે થનારા આ કામોથી પાટનગરના નાગરિકોના જીવનધોરણમાં સુધારો થવાની સાથે ગાંધીનગરના સ્માર્ટ અને ગ્રીન સિટી તરીકેના વિકાસને પણ વધુ વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    AI સાથેની મિત્રતા અને અતિનિર્ભરતા પર રોલ પ્લે:વડોદરા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ‘યુઝ AI, ડોન્ટ લૂઝ યોરસેલ્ફ’નો સંદેશ આપ્યો
    Next Article
    શ્રાવણી અમાસે લોહેશ્વર ધામે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર:મહાભારતકાળ સાથે જોડાયેલી પ્રાચીન ધરોહર; ₹2 કરોડના ખર્ચે બનેલું 'મિની સોમનાથ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment