Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ અને તેના મિત્રએ ગાળો ભાંડી:'તું મારી દીકરીને મૂકીને ચાલી ગઈ છો, મને તેના ડોક્યુમેન્ટ જોઈએ છે, તને જીવવા નહીં દવ' કહીં માવતરે રહેતી શિક્ષિકાને ધમકી આપી

    10 hours ago

    રાજકોટ શહેરમાં રહેતા મહિલા શિક્ષિકા ગઈકાલે તેના સાર્થી કર્મીઓ સાથે નોકરીએથી કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા ત્યારે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પતિએ તેના મિત્ર સાથે આવી શિક્ષિકાને કારમાંથી હાથ પકડી નીચે ઉતારી ગાળો ભાંડી મારી દિકરીના ડોકયુમેન્ટ આપી દે કહી ધમકી આપી હોવાથી સહકર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા પતિ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરની નિવેદીતા સોસાયટીમાં માવતરે રહેતા અને નેકનામ ગામે આવેલી તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા ભુમીકાબેન પટેલે યુનિવર્સિટી પોલીસમાં થાનગઢ રહેતા પતિ ક્રોમીક કિશોર પટેલ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી દંપતિ વચ્ચેના અણબનાવને કારણે તેના પિતાના ઘરે રહે છે. ગઈકાલે સાંજે તે તેના સહકર્મચારીઓ સાથે કારમાં નોકરીએથી પરત રાજકોટ આવી ત્યારે બ્રહ્મનાદ સોસાયટી મેઈન રોડ નવી કોર્ટ પાસે જામનગર રોડ પર તેમની ગાડી પાસે પતિ અને તેનો મિત્ર પ્રદિપ રબારીએ ગાડી ઉભી રાખી પતિએ હાથ પકડીને કહ્યું કે 'તું ગાડીમાંથી નીચે ઉતર મારે વાત કરવી છે' કહી ગાળો આપી 'હું તને જીવવા નહીં દવ, તુ જોઈ લેજે' કહી ધમકી આપી હતી. આ પછી તું મારી દિકરીને મુકીને જતી રહી છો મારી દિકરીના ડોકયુમેન્ટની ફાઈલ મને આપ કહેતા બોલાચાલી થતા સાથી કર્મીઓ વચ્ચે પડી 112માં ફોન કરતા જ પતિ અને તેનો મિત્ર નાશી છુટયા હતા હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'અસારવાને બીજું પીરાણા બનતું અટકાવો, રેલ્વે-સ્ટેશન તરફનો રસ્તો ખુલ્લો કરો':મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા રસ્તો બંધ થયો, અસારવા યુથ સર્કલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો
    Next Article
    ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર શરૂ:જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ-સંસ્કૃતિ પર ચર્ચા, 250 વિદ્યાર્થીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment