Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અસારવાને બીજું પીરાણા બનતું અટકાવો, રેલ્વે-સ્ટેશન તરફનો રસ્તો ખુલ્લો કરો':મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા રસ્તો બંધ થયો, અસારવા યુથ સર્કલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો

    11 hours ago

    વિશાલાથી નારોલ તરફ જતાં રસ્તામાં પિરાણા પાસે અમદાવાદ શહેરના ખડકાયેલાં કચરાના ઢગલાંઓ ધીમે ધીમે પહાડનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કચરાના ઢગલાં પાસેથી પસાર થવું શહેરીજનો માટે દુષ્કર બન્યું હતું. ત્યાં સુધી કે ત્યાંથી પસાર થનારા બહારગામના લોકો માટે પણ આ કચરાના ઢગલાં અમદાવાદની ઓળખ બની ગઇ હતી. આ કચરાના ઢગલાંના કારણે જ અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રદિષત વિસ્તાર પણ તે કહેવાતો હતો. વારંવાર રજૂઆત અને ઉહાપોહના અંતે કચરાના ઢગલાંનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અસારવા ચકલાથી દાદા હરિની વાવ તરફ જતાં હેરિટેજ રોડ પર જ મ્યુનિ. કોર્પોરેશનની ઓફીસ પાસે જ મુખ્ય માર્ગ પર કચરાંના ઢગલાંઓ કરીને ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું હોવાનું ભાસતું હતું. જેથી જ અસારવાર યુથ સર્કલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મ્યુનિ. કમિશનરને ઉદ્દેશીને પત્ર લખીને અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. આ કચરાંના ઢગલાંઓ હટાવીને રેલવે સ્ટેશન તરફ જતાં રસ્તાને ખુલ્લો કરવાની માંગણી કરી છે. રોડ પર કચરાના ઢગલા, વાહનચાલકોને મુશ્કેલી અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અસારવા ચકલાથી દાદા હરિની વાવ તરફ જતા હેરિટેજ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની ઓફિસ પાસે જ મુખ્ય રોડ પર કચરાના ઢગલા કરવામાં આવ્યા છે. જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારી તથા વાહનચાલકોને રોડ સાંકડો થઈ જવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિકો જો જાહેર રોડ પર ગંદકી કે કચરો નાખે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ રોડ પર કચરો નાખી પ્રજાને અગવડમાં મૂકે છે, જે યોગ્ય નથી. મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા આ રસ્તો બંધ થઈ ગયો આ ઉપરાંત, અગાઉ નવા અસારવા ત્રણ માળીયા બ્લોક પાસેથી અસારવા રેલ્વે સ્ટેશન સુધી સીધો રસ્તો હતો, પરંતુ મુખ્ય રોડ પર ડમ્પિંગ સ્ટેશન બનાવાતા આ રસ્તો બંધ થઈ ગયો છે. બીજી તરફ, ચમનપુરા વિસ્તારમાં આવેલ રામચંદ્ર કોલોની સામે ઘીવાલી ચાલી પાસેથી પણ આશરે 50થી 60 ફૂટ પહોળો રસ્તો અસારવા રેલ્વે સ્ટેશન સુધી જતો હતો. હાલ આ રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે ત્યાંથી માત્ર ચાલીને જ જઈ શકાય તેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિના કારણે અસારવા, ચમનપુરા, શાહીબાગ અને મેઘાણીનગરના નાગરિકોને રેલ્વે સ્ટેશન નજીક હોવા છતાં ત્યાં પહોંચવા માટે રીક્ષા દ્વારા 60થી 70 રૂપિયા ખર્ચ કરવા પડે છે. ડમ્પિંગ સ્ટેશન બંધ કરી અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવા માંગ આથી મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અસારવામાં જાહેર રોડ પર બનાવેલ ડમ્પિંગ સ્ટેશન તાત્કાલિક બંધ કરી અસારવાને બીજું પીરાણા બનતું અટકાવવું જોઈએ. સાથે સાથે અસારવા તરફથી રેલ્વે સ્ટેશન સુધી પહોંચવા માટે થયેલા દબાણો દૂર કરી રસ્તો ફરીથી પહોળો કરીને નાગરિકોને રાહત આપવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    શાપર-રાવકીમાંથી ગાંજાના જથ્થા સાથે યુવતી સહિત ત્રણ ઝડપાયા:બહેન-બનેવીએ પુત્ર આપી દેવાનું દબાણ કરતા પરિણીતાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
    Next Article
    પતિ અને તેના મિત્રએ ગાળો ભાંડી:'તું મારી દીકરીને મૂકીને ચાલી ગઈ છો, મને તેના ડોક્યુમેન્ટ જોઈએ છે, તને જીવવા નહીં દવ' કહીં માવતરે રહેતી શિક્ષિકાને ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment